________________
૮૦ |
શ્રી અંતગડ સૂત્ર
ઉપર લેશમાત્ર દ્વેષ ન કરતા અત્યંત વૈર્યપૂર્વક તે મહાવેદનાને સમભાવ પૂર્વક સહન કરવા લાગ્યા. જાજ્વલ્યમાન અસહ્ય હૃદયવિદારક, ભયંકર, ઉગ્ર, તીવ્ર, ભીષણ, દુસ્સહ વેદનાને સહન કરતા ગજસુકમાલ અણગારે શુભ પરિણામ તથા પ્રશસ્ત અધ્યવસાયથી તે તે આત્મગુણોના આચ્છાદક કર્મોનો નાશ કરી, જ્ઞાનાવરણીયાદિ કર્મોના વિદારક એવા આત્માના અપૂર્વકરણ ગુણસ્થાનમાં પ્રવેશ કર્યો. ક્ષપકશ્રેણી પર વર્ધમાન પરિણામે વધતાં વધતાં ઘાતિકર્મોના સમસ્ત પર્યવોનો ક્ષય કરી અનંત, અણુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, કૃત્ન, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન કેવળદર્શનને પ્રાપ્ત કર્યું. શેષ ચાર અઘાતિ કર્મોનો ક્ષય કરી, ગજસુકમાલ અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા અને સમસ્ત દુઃખોથી રહિત થયા.
ત્યાં જ રહેલા સમીપવ દેવતાઓએ ગજસુકુમાલ મુનિની સમ્યફ આરાધનાથી આકર્ષિત થઈ સુગંધિત દિવ્ય, જલ તથા પચરંગી પુષ્પની વૃષ્ટિ કરી. આકાશમાં ધ્વજા ફરકાવી તથા મધુર ગીત એવમ્ સંગીત દ્વારા ગુણાનુવાદ કરતા ગગનમંડળને ગુંજાવી દીધું.
વિવેચન :
સૂત્રકારે હૃદયસ્પર્શી ગજસુકુમાલ મુનિની અસહ્ય કલ્પનાતીત મહાવેદનાનું વર્ણન કર્યું છે. સુબેરં રિનાનેí પત્થાવના :- આ પદમાં મોક્ષ પ્રાપ્તિમાં પરમ સહયોગી બે ભાવ છે. (૧) શુભ પરિણામ (૨) પ્રશસ્ત અધ્યવસાય. ૧. સામાન્યરૂપે શુભ નિષ્પાપ(નિરવધ) વિચારોને શુભ પરિણામ કહે છે. ૨. વિશેષરૂપે આત્મસમાધિ કે આત્મચિંતનની તદાકારતાને પ્રશસ્ત અધ્યવસાય કહે છે. તલાવળmTM છમ્મv :- 'કર્મ' શબ્દ આત્મપ્રદેશો સાથે મળેલા કર્માણુઓનો બોધક છે અને જ્ઞાન, દર્શન આદિ આત્મિક ગુણોને ઢાંકનારા અર્થનો સૂચક 'તદાવરણીય' શબ્દ છે. વસ્મરવિર૪િ - જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપી રજમેલના નાશ કરનારને, કર્મરજોવિકિરણ કર કહેવાય છે.
પુલ્વર :- નપૂર્વવરણ-આમનોડભૂતપૂર્વ-શુગરિણામન્ અર્થાત્ અપૂર્વકરણ શબ્દ, જે પહેલાં ક્યારે ય પ્રાપ્ત થયું ન હોય તેવા અર્થનો બોધક છે.
આ શબ્દ આઠમાં "નિવૃત્તિ બાદર ગુણસ્થાન"નો પણ પરિચાયક માનેલ છે. આ ગુણસ્થાનમાં બે શ્રેણિનો આરંભ થાય છે, ઉપશમ શ્રેણિ અને ક્ષપકશ્રેણિ. ઉપશમશ્રેણિવાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિઓનો ઉપશમ કરતો કરતો અગિયારમાં ગુણસ્થાન સુધી જઈને અટકી જાય છે અને નીચે પડે છે. અથવા આયુષ્ય પૂર્ણ કરી અનુત્તર વિમાનમાં જાય છે. ક્ષપક શ્રેણિવાળો જીવ દસમાં ગુણસ્થાનથી સીધો બારમાં ગુણસ્થાન પર જઈને અપ્રતિપાતિ થઈ જાય છે.
આઠમા ગુણસ્થાનમાં આરૂઢ થયેલો જીવ ક્ષેપક શ્રેણિએ ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પામતાં જ્યારે બારમા ગુણસ્થાનમાં જાય છે ત્યારે તેના છેલ્લા સમય સુધીમાં સમસ્ત ઘાતિકર્મોનો ક્ષય કરી, તેરમા ગુણસ્થાનના પ્રારંભમાં જ કેવળજ્ઞાન પામી, ત્યાં જ (આયુષ્ય લાંબુ હોય તો) સ્થિર થાય છે. આયુષ્યના