________________
પર |
શ્રી અંતગડ સૂત્ર |
णयरीए मज्झमज्झेणं अरहओ अरिटुणेमिस्स पायवंदए णिग्गच्छमाणे सोमंदारियं पासइ, पासित्ता सोमाए दारियाए रूवेण य जोव्वणेण य लावण्णेण य जायविम्हए कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! सोमिलं माहणं जायित्ता सोमं दारियं गेण्हइ, गेण्हित्ता कण्णंतेउरंसि पक्खिवह । तए णं एसा गयसुकुमालस्स कुमारस्स भारिया भविस्सइ । तए णं कोडुबिय पुरिसा सोमं दारियं गेण्हित्ता कण्णतेउरंसि पक्खिवंति जाव पच्चप्पिणंति । ભાવાર્થ :- કાલે, તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાર્યા. ધર્મકથા સાંભળવા પરિષદ નીકળી. શ્રીકૃષ્ણ મહારાજ પણ પ્રભુ પધાર્યાના સમાચાર જાણી, સ્નાન કરી વાવતું સર્વાલંકારોથી વિભૂષિત થઈ નાનાભાઈ ગજસુકુમાલની સાથે હાથી ઉપર બેઠા. કોરંટ ફૂલની માળાથી યુક્ત છત્રથી સુશોભિત તથા શ્રેષ્ઠ શ્વેત ચામરોથી વીંજાતા વીંજાતા કૃષ્ણ મહારાજ દ્વારિકા નગરીની મધ્યમાંથી થઈ અહંતુ અરિષ્ટનેમિને વંદન કરવા નીકળતા, રાજમાર્ગ પર રમતી સોમા કન્યાને જોઈ. તે સોમાનું રૂપ, લાવણ્ય, યૌવન જોઈને કૃષ્ણ વાસુદેવ આશ્ચર્યચકિત થઈ ગયા અને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે સોમિલ બ્રાહ્મણની પાસે જઈ તેમની આ કન્યારત્ન સોમાની યાચના કરીને તેને પ્રાપ્ત કરો, પ્રાપ્ત કરીને તેને કન્યાઓના અંતઃપુરમાં પહોંચાડો. યથાસમય આ ગજસુકુમારની ભાર્યા બનશે. કૃષ્ણ મહારાજના આદેશાનુસાર તે કૌટુંબિક સેવક પુરુષોએ તેમ કર્યું. સોમિલ બ્રાહ્મણે પ્રસન્નતા પૂર્વક કન્યારત્ન આપ્યું. કૌટુંબિક પુરુષોએ કન્યાને વાસુદેવના કન્યાના અંતઃપુરમાં રાખી દીધી અને કૃષ્ણ વાસુદેવને આજ્ઞા પાછી સોંપી.
વિવેચન :
આ સૂત્રમાં સોમિલ બ્રાહ્મણની કન્યાની જે ગજસુકુમાલ માટે કૃષ્ણ વાસુદેવે યાચના કરી તેનું વર્ણન છે અને તે કન્યાને 'ઉપજેકલિ' કન્યાઓના અંતઃપુરમાં રાખી. આ શબ્દથી એમ જણાય છે કે તે સમયે ગજસુકુમાલના વિવાહ માટે અનેક કુમારીઓને એકત્રિત કરી હતી. કન્યા = કુંવારી, અવિવાહિત કન્યા. અંતઃપુર એટલે સ્ત્રીઓના રહેવાનો રાજકીય આવાસ.
સોરટમcતાને - એટલે કરેણના ફૂલની માળા. કરેણના ફૂલમાં સૌંદર્ય નથી હોતું તેમ છતાં અશુભ નજરના નિવારણ માટે રાજા મહારાજાઓના છત્રપર કરેણની માળા નાખવામાં આવતી હતી.
અર્હત્ અરિષ્ટનેમિના દર્શન તથા ગજસુકુમાલને વૈરાગ્ય :| १८ तए णं से कण्हे वासुदेवे बारवईए णयरीए मज्झमज्झेणं णिगच्छइ, णिग्गच्छित्ता जेणेव सहसंबवणे उज्जाणे जेणेव अरहा अरिट्ठणेमि तेणेव उवागच्छइ उवागच्छित्ता अरहओ अरिटुणेमिस्स छत्तातिछत्तं पडागातिपडागं