________________
૨૬ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
આનંદ શ્રાવકે ખાવા યોગ્ય, પીવા યોગ્ય, ભોગ્ય અને ઉપભોગ્ય તથા સેવ્ય જે જે વસ્તુઓનો અપવાદ રાખ્યો એટલે કે પોતાના ઉપયોગ માટે જે વસ્તુનો સ્વીકાર કર્યો તેના વર્ણનથી પ્રતીત થાય છે કે ઉપાદેયતા, ઉત્તમતા, પ્રિયતા વગેરેની દષ્ટિએ તેણે ઘણી જ સમજણપૂર્વક મર્યાદા કરી છે. અત્યંત ઉપયોગી, સ્વાથ્યવર્ધક, હિતાવહ અને રુચિ અનુસાર પદાર્થો તેણે ભોગ-ઉપભોગમાં રાખ્યા છે.
માધુરક વિધિમાં ફળ, મેવાની મર્યાદા કરવાની પરંપરા છે પરંતુ આનંદનાં વ્રતોના આ પાઠમાં કેવળ પાલંકા-ગુંદ વિશેષ સિવાય બધી માધુરક વિધિનો ત્યાગ કહ્યો છે. સંભવ છે કે અર્થ પરંપરા યોગ્ય ન રહી હોય અથવા ઉપાનહ–જોડાની મર્યાદા વિધિની જેમ જ ફળ, મેવાની મર્યાદા સુચક પાઠ પણ આગમમાં નથી; આવું સમજી શકાય છે.
ને વિદિની જગ્યા તેમવિદ પાઠ પણ છે. તેનો અર્થ છે કે સંસ્કારિત વ્યંજનોની મર્યાદા કરવી.
અહીં સામાયિક પૌષધની મર્યાદાના પચ્ચકખાણનો પાઠ પણ ઉપલબ્ધ નથી. વર્તમાન પરંપરામાં ઉપલબ્ધ ૨૬ બોલ લગભગ સંપૂર્ણ છે, પરંતુ રાત્રિભોજન પરિમાણવ્રત મૂળમાં અથવા પરંપરાના બોલોમાં નથી; જે અતિ આવશ્યક છે. રાત્રિભોજન ત્યાગની આવશ્યકતા અનેક સૂત્રોથી સિદ્ધ છે. પરંપરામાં તેનો સમાવેશ સાતમા કે અગિયારમા વ્રતમાં કરવામાં આવે છે. અનર્થદંડ વિરમણ:४६ तयाणंतरं च णं चउव्विहं अणट्ठादंड पच्चक्खाइ, तं जहा- अवज्झाणायरियं पमायायरियं, हिंसप्पयाणं, पावकम्मोवएसे । ભાવાર્થ :- ત્યાર પછી તેણે ચાર પ્રકારના અનર્થદંડ, અપધ્યાનચરિત, પ્રમાદાચરિત, હિંસપ્રદાન, તેમજ પાપકર્મોપદેશના પ્રત્યાખ્યાન કર્યા. વિવેચનઃ
કોઈપણ ઉદ્દેશ વિના જે હિંસા કરવામાં આવે છે તેનો સમાવેશ અનર્થદંડમાં થાય છે એટલે કે હિંસા તે તો હિંસા જ છે પણ જે લૌકિક દષ્ટિથી આવશ્યકતા અથવા પ્રયોજનવશ કરવામાં આવે છે; તેમાં અને નિરર્થક કરવામાં આવતી હિંસામાં મોટો ભેદ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે આવશ્યકતા અથવા પ્રયોજનવશ હિંસા કરવા તૈયાર થાય તો તેની પરવશતાને જોઈને તેને વ્યાવહારિક દષ્ટિએ ક્ષમ્ય કરી શકાય પણ કોઈ વ્યક્તિ નિયોજન હિંસા વગેરેનું આચરણ કરે તો તે સર્વથા અનુચિત જ ગણાય. તેને આગમની ભાષામાં અનર્થદંડ કહેવાય છે.
વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિએ ધર્મ, અર્થ તથા કામ રૂપે પ્રયોજન વિના થતાં હિંસાપૂર્ણ કાર્યોને અનર્થદંડ કહ્યો છે. અપધ્યાન - અનર્થદંડની અંતર્ગત કહેલ અપધ્યાન ચરિતનો અર્થ દુર્થાન છે. તે પણ એક પ્રકારની હિંસા જ છે. તે આત્મગુણોનો ઘાત કરે છે. દુર્ગાન બે પ્રકારનું છે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન. ધનસંપત્તિ, સંતતિ, સ્વસ્થતા વગેરે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે અને ગરીબાઈ, રોગીપણું, પ્રિયજનનો વિરહ વગેરે અનિષ્ટ સ્થિતિને દૂર કરવા માટે મનમાં જે ક્લેશપૂર્ણ ચિંતન થાય તે આર્તધ્યાન છે. ક્રોધાવેશ, શત્રુભાવ અને વૈમનસ્ય આદિથી પ્રેરિત થઈને બીજાને હાનિ પહોંચાડવા માટે ક્રૂર વિચારણા કરવી તે રૌદ્રધ્યાન છે. આ બંને પ્રકારનું ચિંતન તે અપધ્યાનચરિત રૂ૫ અનર્થદંડ છે.