________________
[ s
]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
धम्मसारहिणा, धम्म वर-चाउरत-चक्कवट्टिणा, दीवोताणं-सरण-गई-पइट्ठाणेणं, अप्पडियहय- वरणाणदंसणधरेणं, वियदृछउमेणं, जिणेणं, जावएणं, तिण्णेणं, तारएणं, बुद्धेणं, बोहएणं मुत्तेणं, मोयगेणं, सव्वण्णेणं सव्वदरिसिणा, सिव-मयल-मरुयमणंत-मक्खय- मव्वाबाह मपुणरावत्तयं सिद्धिगइ-णामधेय ठाणं संपत्तेणं, छट्ठस्स अंगस्स णायाधम्मकहाणं अयमढे पण्णत्ते, सत्तमस्स णं भंते ! अंगस्स उवासगदसाणं समणेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? શબ્દાર્થ - ગાયક્ = તત્ત્વ, અર્થના જ્ઞાન માટે ઇચ્છા શ્રદ્ધા (સ્વભાવથી પ્રવૃત્ત) નાયસંસ = નહિ ધારેલા તત્ત્વ પ્રત્યે સંશય નાયો દન્ત = સમાધાનને, જવાબને જાણવાની ઉત્સુકતા ૩પ્પા = પહેલાંની અપેક્ષાએ કંઈક વૃદ્ધિ થવાથી વધારે શ્રદ્ધા વગેરે સંગાથ = સ્વભાવથી વધારે શ્રદ્ધા વગેરે પ્રવૃત્ત સમુખ્યu = વૃદ્ધિ થવાથી થનારી વિશેષ શ્રદ્ધા વગેરે. ભાવાર્થ :- ત્યારે આર્ય જંબૂ અણગારના મનમાં શ્રદ્ધાપૂર્વક ઇચ્છા ઉત્પન્ન થઈ, સંશય-અનિશ્ચિત અર્થમાં શંકા-જિજ્ઞાસા અને કુતૂહલ ઉત્પન્ન થયું; વિશેષ પ્રકારે શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયાં. તે ઊઠ્યા, ઊઠીને જ્યાં સ્થવિર આર્ય સુધર્માસ્વામી હતા ત્યાં આવ્યા. આવીને સ્થવિર આર્ય સુધર્માસ્વામીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા (ત્રણ આવર્તન) કરી, વંદન નમસ્કાર કરી ન અતિ દૂર તેમ ન અતિ નજીક તે રીતે સાંભળવાની ઇચ્છા રાખતાં, પ્રણામ કરતાં, વિનયપૂર્વક હાથ જોડતાં, તેની પર્યાપાસના કરતાં બોલ્યા- હે ભગવાન! શ્રમણભગવાન મહાવીરે જે આદિકર–સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી શ્રુતધર્મની આદિ કરનારા, ચાર તીર્થની સ્થાપના કરનાર, સ્વયં બોધને પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમલ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રધાંત કરનાર, જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, મોક્ષમાર્ગના દાતા, શરણદાતા, સંયમરૂપી જીવનદાતા, બોધિબીજ– સમ્યક્ત લાભના દાતા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચાર ગતિનો અંત કરવામાં શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, દ્વીપ સમાન રક્ષક, શરણભૂત, ગતિરૂપ અને આધારભૂત, અપ્રતિહત– બાધારહિત, શ્રેષ્ઠ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ધારક, છદ્મસ્થ અવસ્થાથી રહિત, રાગદ્વેષના વિજેતા, અન્યને જીતાવનારા, સંસાર સાગરથી તીર્ણ, અન્યને તારનારા, સ્વયં બોધને પામેલા, અન્યને બોધ પમાડનારા, કર્મોથી મુક્ત, અન્યને મુક્ત કરાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગ રહિત, અંત રહિત, ક્ષય રહિત, બાધા રહિત, પુનરાગમન રહિત એવી સિદ્ધ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા તે પ્રભુએ છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનો જે અર્થ કહ્યો છે તે મેં સાંભળ્યો છે. ભગવાને સાતમા અંગ ઉપાસકદશાંગનો શો અર્થ કહ્યો છે? | ५ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा
आणंदे कामदेवे य, गाहावइ चुलणीपिया । सुरादेवे चुल्लसयए, गाहावइ कुंडकोलिए । सद्दालपुत्ते महासयए, णंदिणीपिया सालिहीपिया ॥ जइ णं भंते ! समणेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दस अज्झयणा