________________
પ્રથમ અધ્યયન
શ્રમણોપાસક આનંદ
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
જંબૂસ્વામીની જિજ્ઞાસા અને સુધર્માસ્વામીનો ઉત્તર ઃ
१ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । वण्णओ । पुण्णभद्दे चेइए । વળઓ ।
શબ્દાર્થ:હોત્થા = હતી, હતું, હતો તેખ જાતેળ તેનેં સમÜ = તે કાળે ને તે સમયે, સુષમ દુષમા કાળના (ચોથા આરાના) સમયમાં, છેલ્લા ભાગમાં, ભગવાન મહાવીરના શાસનકાળમાં, પ્રાસંગિક ઘટનાના સમયમાં વળઓ = બીજા સૂત્રથી વિસ્તૃત પાઠ જાણી લેવો, ચેર્ = ઉદ્યાન, બગીચો.
ભાવાર્થ:- તે કાલે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતમાં, તે સમયે—જ્યારે આર્ય સુધર્માસ્વામી બિરાજમાન હતા ત્યારે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. બંનેનું વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણી લેવું જોઈએ.
વિવેચનઃ
રૂપ
અહીં કાળ અને સમય તે બે શબ્દ નો પ્રયોગ છે. છ દ્રવ્યોમાં એક કાલ દ્રવ્ય છે, તે વર્તના લક્ષણ છે તેમજ કાલ દ્રવ્યના સર્વથી નાના એકમને, અર્થાત્ અવિભાજ્ય અંશને સમય કહે છે. પ્રસ્તુતમાં બંને શબ્દો આ અર્થમાં પ્રયુક્ત થયા નથી પરંતુ કાલ શબ્દથી અવસર્પિણીકાળના ચોથા આરાના અંતિમ વિભાગનું ગ્રહણ થાય છે અને સમય શબ્દથી તે ચોથા આરાના અંતમાં પણ જ્યારે સુધર્માસ્વામી બિરાજમાન હતા, તે સમયનું ગ્રહણ થાય છે.
અહીં ચંપાનગરી તથા પૂર્ણભદ્ર ચૈત્યનો ઉલ્લેખ થયો છે. બંનેની આગળ વળો શબ્દ આવ્યો છે.જૈન આગમોમાં ગામ, નગર, ઉદ્યાન વગેરે વિષયોના વર્ણન એક નિશ્ચિત સ્વીકૃત સ્વરૂપે સ્વીકારાયેલા છે. ઉદાહરણ માટે નગરીના વર્ણનનો જે સામાન્ય ક્રમ છે તે બધી નગરીઓ માટે સમાન છે. તે જ રીતે અન્ય વિષયોમાં સમજી લેવું જોઈએ.
આગમો લિપિબદ્ધ થયાં પહેલાં મૌખિક પરંપરાથી યાદ રાખવામાં આવતાં હતાં. યાદ રાખવામાં સરળતા રહે, તે દૃષ્ટિથી સંભવતઃ આ શૈલી અપનાવવામાં આવી હોય તેવી સંભાવના છે. તેમજ નગર ઉધાન વગેરે સામાન્ય રૂપે લગભગ સમાન જ હોય છે.
२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्ज सुहम्मे णामं थेरे जाइ संपणे जाव संखित्त-विउल-तेडलेस्से चउद्दसपुव्वी, चउणाणोवगए, पंचहि अणगार सएहिं सद्धिं संपरिवुडे, पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे, सुहं सुहेणं विहरमाणे जेणेव चंपा णयरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ ।