________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
તૃષ્ણાને સંયમિત કરી. પરિણામે તેનાં ખાન-પાન, રીત-ભાત, વસ્ત્ર, ભોગ-ઉપભોગ આદિ સર્વ જીવન વ્યવહારો પહેલાંની અપેક્ષાએ અત્યંત સીમિત અને સાદાં થઈ ગયાં. આનંદ ગાથાપતિ એક વિવેકશીલ અને પ્રશસ્ત અધ્યવસાયી પુરુષ હતા તેમજ સાધના જીવનમાં સહજ ભાવથી લીન બની ગયા.
આનંદ ગાથાપતિએ વિચાર્યું કે ભગવાન મહાવીર સ્વામી પાસેથી જે મને શુદ્ધ આત્મ ધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ શિવાનંદાને પણ ધર્મની પ્રાપ્તિ થાય તો શ્રેષ્ઠ થશે. તેમણે ઘરે આવી પોતાની પત્નીને કહ્યું “હે દેવાનુપ્રિયે ! તમે પણ ભગવાનનાં દર્શન કરો, વંદન કરો અને શ્રાવકધર્મ સ્વીકારો.”
૨
આનંદ ગાથાપતિ વ્યક્તિની સ્વતંત્રતાનું મૂલ્ય સમજતા હતા. માટે તેણે પોતાની પત્ની પર કોઈ જાતનું દબાણ કર્યું નહીં, માત્ર હિતકારી સૂચન કર્યું.
શિવાનંદાને પોતાના પતિનું સૂચન ઉચિત લાગ્યું. તે ભગવાન મહાવીર સ્વામીની સેવામાં ઉપસ્થિત થયા અને ધર્મ સાંભળ્યો. અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહની સાથે શ્રાવકવ્રત ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. થોડા સમય પછી પ્રભુ મહાવીર સ્વામીએ ત્યાંથી વિહાર કર્યો.
હવે ધર્મમય જીવન વ્યવહારથી આનંદગાથાપતિ વિશેષ સુખી હતા. આ રીતે ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. એક સમયની વાત છે કે આનંદગાથાપતિ રાત્રિના અંતિમ પ્રહરમાં જાગૃત થયા. ધર્મચિંતન કરતાં તેમણે વિચાર્યું કે જે સામાજિક સ્થિતિમાં હું છું તેમાં અનેક વિશિષ્ટ માનવો સાથે સંબંધ હોવાને કારણે ધર્મ આરાધના માટે યોગ્ય સમય ફાળવી શકાતો નથી. હવે હું સામાજિક અને લૌકિક જવાબદારીમાંથી મુક્ત બની જાઉં અને મારું જીવન ધર્મની આરાધનામાં જ વિશેષ સંલગ્ન બનાવું તે જ મારા માટે શ્રેષ્ઠ છે. તેમણે પોતાના વિચારને પુષ્ટ કર્યો. બીજે દિવસે તેમણે એક પ્રીતિભોજનનું આયોજન કર્યું. તેમાં સર્વ પારિવારિકજનોને નિમંત્રિત કર્યા, તેઓને ભોજન કરાવ્યું અને સત્કાર કર્યો. તેમજ પોતાનો નિર્ણય બધાની સમક્ષ પ્રગટ કર્યો. પોતાના જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી, સામાજિક જવાબદારી અને સંબંધોને સારી રીતે જાળવી રાખવાની હિતશિક્ષા આપી. તેમજ તે સમયે ઉપસ્થિતજનોને વિશેષરૂપે કહ્યું કે ગૃહસ્થ સંબંધી કોઈપણ કામમાં મને કાંઈ પૂછવું નહીં. આ રીતે આનંદ ગાથાપતિએ સહર્ષ કૌટુંબિક અને સામાજિક જીવનથી પોતાને પૃથક્ કરી લીધા. તે સાધુ જેવું જીવન જીવવા માટે તૈયાર થઈ ગયા.
આનંદ શ્રાવક કોલ્લાક સન્નિવેશમાં આવેલ પૌષધશાળામાં ધર્મઆરાધના કરવા લાગ્યા. તેમણે ક્રમશઃ શ્રાવકની અગિયાર પડિમાઓની ભાવપૂર્વક આરાધના કરી. ઉગ્ર તપોમય જીવન પસાર કરવાથી તેમનું શરીર અત્યંત કુશ થઈ ગયું અને શરીરની નાડીઓ દેખાવા લાગી.
એક સમયની વાત છે, રાત્રિના અંતિમ પ્રહરમાં ધર્મચિંતન કરતાં આનંદશ્રાવકના મનમાં વિચાર આવ્યો કે હું શારીરિક દષ્ટિએ કૃશ અને નિર્બળ થઈ ગયો છું. તેમ છતાં અત્યારે પણ મારામાં આત્મબળ, પરાક્રમ, શ્રદ્ધા અને સંવેગ ભાવમાં કોઈ કચાશ નથી, તેથી મારા માટે તે જ શ્રેષ્ઠ છે કે હું પ્રભુ મહાવીર સ્વામીની હાજરીમાં અંતિમ મારણાંતિક સંલેખનાનો સ્વીકાર કરું; આજીવન અન્નજળનો ત્યાગ કરું; મૃત્યુની કામના ન કરતાં, શાંત ચિત્તથી મારો અંતિમ સમય પસાર કરું
પોતાના વિચાર અનુસાર બીજા દિવસે યાવજ્જીવન અનશન સ્વીકારી લીધું. ઐહિક જીવનની સર્વ પ્રકારની ઇચ્છાઓ અને આકર્ષણોથી તે સર્વથા પર બની ગયા. જીવન અને મરણ બંનેની આકાંક્ષાઓથી રહિત તે આત્મચિંતનમાં લીન થઈ ગયા.
ધર્મનું ગાઢ ચિંતન અને આરાધનામાં સંલગ્ન આનંદ શ્રાવકનાં શુભ અને ઉજ્જવળ પરિણામોનાં