________________
અધ્યયન-૧ : પરિચય
80
૧
પ્રથમ અધ્યયન
પરિચય પટ્ટો મસમોટો સોલા
ભગવાન મહાવીર સ્વામી સદેહે બિરાજમાન હતા ત્યારની આ ઘટના છે. તેઓ પોતાની ધર્મદેશનાથી લોકોના માનસમાં અધ્યાત્મનો સંચાર કરી રહ્યા હતા. ઉત્તર બિહારના એક ભાગમાં જ્યાં લિચ્છવીઓનું ગણ રાજ્ય હતું તે લિચ્છવીઓની રાજધાની વૈશાલી પાસે વાણિજ્યગામ નામનું નગર હતું. આજે પણ વાણિયા ગામ નામનું એક ગામડું તે ભૂમિમાં છે. સંભવ છે કે તે વાણિજ્ય ગામનો જ અવશેષ હોય.
વાણિજ્યગામમાં આનંદ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તે ધનસંપન્ન, સમૃદ્ધ અને વૈભવશાળી હતા. આ પ્રકારના માણસો માટે જૈન આગમ સાહિત્યમાં ગાયાપતિ શબ્દનો પ્રયોગ થયો છે. આનંદ ગાથાપતિને ત્યાં કરોડો સોનામહોર, સંપત્તિ, ધન, ધાન્ય, ભૂમિ, ગોધન વગેરેની સમૃદ્ધિ હતી. આજના મૂલ્ય પ્રમાણે તેને અબજોપતિ કહેવાય. તેને દસ દસ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતાં.
આનંદ ગાથાપતિ સમૃદ્ધ હોવાની સાથે સમાજમાં પ્રતિષ્ઠિત પણ હતા. સર્વ વર્ગના લોકો તેને સન્માન આપતા હતા. તે ઘણા બુદ્ધિમાન, વ્યવહારકુશળ અને મિલનસાર સ્વભાવના હતા, તેથી લોકો પોતાનાં કાર્યોમાં તેમની સલાહ લેતા હતા. તેમજ તેમનામાં વિશ્વાસ હોવાથી પોતાની ગુપ્તવાત પણ તેમની પાસે પ્રગટ કરવામાં જરા પણ સંકોચ પામતા નહીં. આ રીતે તેઓ સુખી, સમૃદ્ધ, સંપન્ન અને પ્રતિષ્ઠિત જીવન જીવી રહ્યા હતા.
તેમની ધર્મપત્નીનું નામ શિવાનંદા હતું. તે રૂપવતી, ગુણવતી અને પતિપરાયણ હતી, પોતાના પતિ પ્રત્યે અસીમ અનુરાગ, શ્રદ્ધા અને સમર્પણ ભાવ રાખતી હતી. તેમના પરિવારના સભ્યો પણ સાધન સંપન્ન અને સુખી હતા. બધાં જ આનંદ ગાથાપતિને આદર અને સન્માન આપતાં હતાં.
સમય જતાં આનંદ ગાથાપતિના જીવનમાં એક નવો વળાંક આવ્યો. સંયોગવશ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વાણિજ્યગામના કોલ્લાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુ પોતાના સામંતો, અધિકારીઓ અને પરિવારની સાથે ભગવાનના દર્શન માટે ગયા. જૈનેતરો તથા ધર્માનુરાગી લોકો પણ ત્યાં ગયા. આનંદ ગાથાપતિને પણ જાણ થઈ. તેના મનમાં ભગવાનનાં દર્શનની ઉત્સુકતા જાગી. તે કોલ્લાક સન્નિવેશમાં સ્થિત ધૃતિપલાશ ચૈત્યમાં જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા. કોલ્લાક સન્નિવેશ વાણિજ્ય ગામનું ઉપનગર હતું. આનંદે ભક્તિપૂર્વક ભગવાનને વંદન-નમસ્કાર કર્યા.
પ્રભુએ ધર્મદેશનામાં જીવ અજીવ વગેરે તત્ત્વોનો બોધ આપ્યો, તેમજ અણગાર ધર્મ તથા આગાર ધર્મ(શ્રાવકધર્મ)નું સ્પષ્ટીકરણ કર્યું.
પ્રભુની દેશનાથી આનંદ ગાધાપતિ પ્રભાવિત થયા. તેમણે ભગવાન પાસે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત, તેમ કુલ ૧૨ વ્રતરૂપ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. આજ સુધી તેમનું જીવન હિંસા, ભોગ અને પરિગ્રહ વગેરે દૃષ્ટિથી અમર્યાદિત હતું, તેને મર્યાદિત અને સીમિત બનાવ્યું. અસીમ લાલસા અને