________________
રિવાજ હતો. આનંદે પોતાની નામાંકિત અંગૂઠીના રૂપમાં આભૂષણની મર્યાદા કરી હતી. રથમાં જોડવાના બળદોને પણ મોટા માણસો સોના ચાંદીનાં આભૂષણો પહેરાવતા હતા. ચાંદીની ઘંટડી ગળામાં બાંધતા હતા. સાતમા અધ્યયનમાં અગ્નિમિત્રાના ધાર્મિક રથના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે.
ભોજન પછી સોપારી, પાન, પાનનો મસાલો વગેરે ખાવાની પણ લોકોમાં પ્રથા હતી.
પ્રસ્તુત ગ્રંથમાં વર્ણિત દસ શ્રાવકોમાંથી નવ શ્રાવકોને એક એક પત્ની હતી. મહાશતકને તેર પત્ની હતી. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તે સમયમાં બહુ પત્ની પ્રથાનો રિવાજ પણ કયાંક કયાંક હતો. કન્યાઓના લગ્ન પ્રસંગે પિતૃપક્ષ તરફથી સ્થાવર જંગમ, સંપત્તિ દેવાનો રિવાજ હતો. તેના ઉપર તેનો જ અધિકાર રહેતો. મહાશતકની બધી પત્નીઓને તેવી સંપત્તિ મળી હતી. મહાશતકની મુખ્ય પત્ની રેવતીએ પોતાની બધી શોક્યોની હત્યા કરી તેની સંપત્તિ લઈ લીધી હતી.
પ્રાયઃ પ્રત્યેક નગરની બહાર ઉદ્યાન હતા. મુખ્યરૂપે આવા ઉદ્યાન લોકોના સાર્વજનિક ઉપયોગ માટે હતા. ત્યાં વિશાળ સભા ભવનો રહેતાં હતાં. જેમાં સેંકડો સાધુ રોકાઈ શકતા હતા.
છઠ્ઠા અને સાતમા અધ્યયનમાં સહસ્રામ્રવનનો ઉલ્લેખ છે. તેના પરથી પ્રતીત થાય છે કે જ્યાં આંબાનાં હજારો વૃક્ષો હોય તેવા ઉદ્યાન પણ તે સમયમાં રહ્યા હતા.
ધ્યાન, ચિંતન, મનન તથા આરાધના માટે શાંત સ્થળ જોઈએ, તેથી શ્રમણોપાસક વિશેષ ઉપાસના માટે પૌષધશાળાનો ઉપયોગ કરતા. તે સિવાય ધર્મોપાસના (સામાયિક વગેરે) માટે તે વાટિકાના રૂપમાં પોતાનું વ્યક્તિગત શાંત વાતાવરણમય સ્થાન પણ રાખતા. છઠ્ઠા અને સાતમા અધ્યયનમાં કુંડકૌલિક અને સકડાલપુત્ર માટે પોતાની અશોકવાટિકાઓમાં જઈને ધર્મોપાસના કરવાનો ઉલ્લેખ છે.
ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના અતિચારોની અંતર્ગત ૧૫ કર્માદાનનું વર્ણન છે. જે શ્રાવક માટે અનાચરણીય છે. તેમાં જે કામનો નિષેધ છે, તેનાથી તત્કાલીન પ્રચલિત વ્યવસાય, વ્યાપારનો બોધ થાય છે. કર્માદાનોમાં પાંચમું સ્ફોટન કર્મ છે. તેમાં ખાણ ખોદવી, પથ્થર ફોડવા વગેરેનો સમાવેશ છે, તેથી પ્રગટ થાય છે કે ખનીજના
49