________________
ચિત્ર(આલેખન) છે. તેઓ બાર વ્રતધારી આદર્શ શ્રાવકો થયા છે. દરેક શ્રાવકે છેલ્લાં છ વર્ષો નિરંતર પોષધશાળામાં રહી નિવૃત્તિમય ધર્મસાધના કરી, અગિયાર શ્રાવક પ્રતિમાઓની આરાધના કરી અને તેઓ પ્રથમ દેવલોકમાં ગયા અને દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. તે સર્વ વર્ણન સૂત્રમાં વિસ્તારથી નિરૂપિત છે. ઉપાસક દશાંગ સૂત્રથી મળતી તે સમયની સામાજિક સ્થિતિ:
દસે દસ શ્રાવકોની પાસે ગોધન ઘણું હતું. તેના પરથી ફલિત થાય છે કે તે સમયે ભારતમાં ગોપાલનની પ્રવૃત્તિ વિશેષ હતી. વિશાળ સંખ્યામાં ગાયો રાખનારની પાસે ખેતર પણ તેના પ્રમાણમાં હોવાં જોઈએ. દૂધ, દહીં તથા ઘીના ઉપયોગ માટે તો પશુ હતાં જ, તેના વાછરડા બળદના રૂપમાં ખેતીનો સામાન વહન કરવાના તથા રથ વગેરે સવારીઓના વહન કરવાના ઉપયોગમાં આવતાં હતાં. તે સમયના જનજીવનમાં, વાસ્તવમાં ગાય અને બળદનું ઘણું મહત્ત્વ હતું.
તે સમયમાં લોકોનું જીવન ઘણું વ્યવસ્થિત હતું. દરેક કાર્યમાં પોતાની વિધિ અને વ્યવસ્થાક્રમ હતો. ભગવાન મહાવીર સ્વામીના દર્શન માટે શિવાનંદા વગેરેનો જવાનો પ્રસંગ આવે છે. ત્યાં ધાર્મિક ઉત્તમ રથનો ઉલ્લેખ છે. તે બળદો દ્વારા ખેંચવામાં આવતો હતો. તેનો ધાર્મિક કાર્યો માટે જ ઉપયોગ થતો હતો.
આનંદે શ્રાવકવ્રત ગ્રહણ કરતી વખતે ખાધ, પેય, ભોગ, ઉપભોગ, વગેરેની જે મર્યાદા કરી તેનાથી તે સમયની રહેણી કરણી પર સારો પ્રકાશ પડે છે. માલિશ વિધિની ક્રિયામાં શતપાક અને સહસપાક તેલનો ઉલ્લેખ છે. તેનાથી એ પ્રગટ થાય છે કે ત્યારે આયુર્વેદ ઘણું વિકસિત હતું. ઔષધિઓમાંથી ઘણાં પ્રકારના ગુણકારી, બહુમૂલ્ય તેલ તૈયાર કરવામાં આવતાં હતાં.
ખાનપાન રહેણીકરણી સહજ, સરળ અને પથ્યકારી હતી. દાતણ માટે લીલી યષ્ટિમધુની મર્યાદાનો ઉલ્લેખ છે. માથું, વાળ વગેરે ધોવા માટે દૂધિયા આંબળાની, અને માલિશમાં ઘઉં વગેરેના લોટની સાથે સુગંધી પદાર્થ મેળવીને તૈયાર કરેલી પીઠીની મર્યાદાનો ઉલ્લેખ છે. વિશિષ્ટ લોકો દેહ પર ચંદન, કુમકુમ વગેરેનો લેપ પણ કરતા હતા.
લોકોમાં આભૂષણ ધારણ કરવાની પણ રુચિ હતી. મોટા માણસો સંખ્યામાં ઓછાં પરંતુ બહુમૂલ્ય આભૂષણ પહેરતાં હતાં. પુરુષોમાં અંગૂઠી પહેરવાનો વિશેષ