________________
પરિશિષ્ટ-ટ : નવ તત્ત્વો અને પચ્ચીસ ક્રિયાઓ
૪. દ્વેષ પ્રત્યયા – ૫. પ્રયોગ પ્રત્યયા – ૬. સામુદાનિકી ૭. ઈર્વાધિકી –
૧૯૧
દ્વેષભાવ કરવાથી થતી ક્રિયા.
મન-વચન-કાયાની પ્રવૃત્તિથી થતી ક્રિયા. સામૂહિક પ્રવૃત્તિઓ અને ચિંતનથી થતી ક્રિયા. વીતરાગી જીવોને યોગની પ્રવૃત્તિથી થતી ક્રિયા. –[ઠાણાંગ સૂત્ર]
આ પચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ અને વિભિન્ન પ્રકારની સ્કૂલ સર્વ ક્રિયાઓનો સમાવેશ
કર્યો છે.
વીતરાગી મનુષ્યોને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં કેવળ પચીસમી ક્રિયા લાગે છે. શેષ સંસારી જીવોને ઉક્ત ૨૪ ક્રિયામાંથી કોઈપણ ક્રિયા લાગે છે. કોઈ પ્રવૃતિ ન કરવા છતાં પણ સંસારી પ્રમત્ત જીવોને કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ નિરંતર લાગે જ છે.
આ ક્રિયાઓથી જ હીનાધિક વિભિન્ન માત્રામાં કર્મબંધ થાય છે, તેથી મુમુક્ષુઓએ શક્ય હોય તેટલી ક્રિયાઓથી બચવાનો પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ.