________________
પરિશિષ્ટ-ટ : નવ તત્ત્વો અને પચ્ચીસ ક્રિયાઓ
પરિશિષ્ટ-૮
નવ તત્ત્વો અને પરચીસ ક્રિયાઓ
૧૮૯
નવ તત્ત્વ :
તત્ત્વ નવ છે. તે નવ તત્ત્વનું જ્ઞાન અને શ્રદ્વાન સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઈએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે.
૧. જીવઃ
જ્ઞાન દર્શનરૂપ ઉપયોગ ગુણયુકત, ચેતનાલક્ષણ સંપન્ન અને સંસારાવસ્થામાં જન્મ મરણ અને ગમનાગમન રૂપ ગતિ કરનાર જીવ દ્રવ્ય છે. જીવતત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશી છે સંસારી જીવવ્ય સંકોચ વિસ્તારના સ્વભાવવાળો છે અર્થાત્ તેને જેવું શરીર મળે તેમાં તેનો આત્મા સમાવિષ્ટ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ તેની મુખ્ય બે અવસ્થા છે. ૨. અજીવ : જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થ અજીવ તત્ત્વમાં સમાવિષ્ટ છે. તે રૂપી અને અરૂપી બે પ્રકારના છે. જેમાં ચેતના, જ્ઞાન દર્શન આદિ નથી, જે સુખ દુઃખને જાણી કે વેદી શકતાં નથી તે અજીવ છે. જીવોના છોડેલાં શરીર તથા આ વિશ્વમાં દેખાતા સર્વ પદાર્થો જડ છે, અજીવ છે, તે ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ પણ અરૂપી અજીવ છે. સ્કૂલ દષ્ટિએ જીવ અને અજીવ બે દ્રવ્યોમાં જ સમસ્ત પદાર્થોનો સમાવેશ થઈ જાય છે.
૩. પુણ્ય : નાના મોટા કોઈ પણ જીવોને સુખ પહોંચાડવું, ભૌતિક શાંતિ સુવિધા પ્રદાન કરવી, તે પુણ્ય છે. મન, વચન, કાયાથી જીવોને સુખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારપૂર્વક મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, પાથરણું આદિ આપી સુખ પહોંચાડવું
તે પુણ્ય
છે. તેના નવ ભેદ છે.
કોઈ પણ પ્રવૃત્તિથી કોઈપણ જીવને દુઃખ પહોંચાડવું તે પાપ છે. જીવની વિભાવ દશા અને અજ્ઞાન દશાનું સેવન પણ પાપ છે. તેના અઢાર પ્રકાર છે.
૫. આશ્રવ : કર્મોના આગમનની પ્રવૃત્તિઓ અને અવસ્થાઓને આશ્રવ કહે છે અર્થાત્ કર્મબંધનનાં કારણ તે આશ્રવ છે. તેના વીસ ભેદ છે. આમાં પુણ્ય અને પાપ બન્ને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આશ્રવનો નિરોધ અર્થાત્ આવતાં કર્મોને રોકવા, તે સંવર છે. તેના વીસ ભેદ છે.
કર્મોનો વિશેષ પ્રકારે ક્ષય થાય તેને નિર્જરા કહે છે. તેના ૧૨ પ્રકાર છે. જે બાર પ્રકારનાં તપથી ઓળખાય છે. તેના છ બાહ્ય અને છ આવ્યંતર ભેદ છે.
આત્મા સાથે કર્મોનું ચીટકી જવું, એકમેક થઈ જવું તે બંધ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ તે ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે.
૬. સંવર : ૭. નિર્દેશ
૮. બંધ :
૯. મોક્ષ ઃ સંપૂર્ણ કર્મક્ષય થવાથી મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી તે મોક્ષ છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ, આ ચાર તેના ઉપાય છે.