________________
અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક
[૧૧]
२७ तए णं सा रेवई गाहावइणी अंतो सत्तरत्तस्स अलसएणं वाहिणा अभिभूया अट्टदुहट्ट-वसट्टा कालंमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुए [लोलुए] णरए चउरासीइ-वास-सहस्सट्ठिईएसु रइएसु रइयत्ताए उववण्णा । ભાવાર્થ :- ત્યાર પછી રેવતી સાત રાત્રિની અંદર અલસક રોગથી પીડિત થઈ ગઈ, વ્યથિત, દુઃખિત તથા વિવશ થતી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં(રત્નપ્રભામાં) લોલુપાચ્યત(લોલ૫) નામના નરકાવાસમાં ચોરાશી હજાર વર્ષના આયુષ્યવાળા નૈરયિકોમાં નારક રૂપે ઉત્પન્ન થઈ. વિવેચન :
વિષયાસક્તિનું પરિણામ સર્વનાશ જ છે. ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન-૩ર માં એક એક ઇન્દ્રિયના વિષયમાં અંધ બનનાર પ્રાણીના દષ્ટાંત સાથે તેની દુઃસ્થિતિનું તાદશ વર્ણન કર્યું છે. રેવતી તો પાંચ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત હતી. તેથી તેનો સર્વનાશ તો સહજ સમજી શકાય છે. આ ભવમાં પોતાના સ્વભાવ દોષના કારણે ગૃહસ્થ જીવનમાં સફળ થઈ શકી નહીં. જીવનના અંતિમ દિવસોમાં પણ સાધક પતિ દ્વારા તિરસ્કૃત થઈ, એટલું જ નહીં પરંતુ અહીંથી મરીને નરક ગતિના ઘોરાતિઘોર દુઃખની ભોક્તા બની.
એક સાધન સંપન્ન ઘરમાં જન્મી, પ્રતિષ્ઠિત અને ધાર્મિક પતિની પત્ની બની. પુણ્યનો યોગ હતો, છતાં તેણીએ માનવ જીવનને નિષ્ફળ બનાવ્યું. ભગવાનનું પદાર્પણ:२८ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए । परिसा णिग्गया । धम्म कहा । परिसा पडिगया । ભાવાર્થ :- સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીમાં પધાર્યા. સમવસરણ થયું. પરિષદ ભેગી થઈ, ધર્મદેશના સાંભળી, પાછી ફરી ગઈ. ભગવાન દ્વારા મહાશતકની પરિસ્થિતિનું પ્રકાશન:२९ गोयमा ! त्ति समणे भगवं महावीरे एवं वयासी- एवं खलु गोयमा ! इहेव रायगिहे णयरे मम अंतेवासी महासयए णामं समणोवासए पोसह-सालाए अपच्छिम-मारणंतियसंलेहणाए झूसिय-सरीरे, भत्तपाण-पडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને સંબોધન કરી કહ્યું- હે ગૌતમ! આ રાજગૃહ નગરમાં મારા અંતેવાસી–અનુયાયી મહાશતક નામના શ્રમણોપાસક પૌષધશાળામાં અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં લીન થયા છે, આહાર પાણીનો ત્યાગ કર્યો છે. મૃત્યુની ઇચ્છા ન કરતાં, ધર્મઆરાધનામાં રત છે. ३० तए णं तस्स महासयगस्स रेवई गाहावइणी मत्ता लुलिया, विइण्णकेसी उत्तरिज्जय विकङ्कमाणी-विकङ्कमाणी जेणेव पोसहसाला, जेणेव महासयए, तेणेव उवागया, एवं उच्चारेयव्वं जाव उववज्जिहिसि । ભાવાર્થ :- મહાશતકની પત્ની રેવતી શરાબના નશામાં ઉન્મત લથડિયાં ખાતી, વીખરાયેલા વાળવાળી, વારંવાર પોતાનું ઉત્તરીય વસ્ત્ર ઉલાળતી પૌષધશાળામાં મહાશતકની પાસે આવી વગેરે થાવતુ નરકમાં ઉત્પન્ન થઈશ, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ.