SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર १८ तए णं सा रेवई गाहावइणी महासययं समणोवासयं दोच्चंपि तच्चपि एवं वयासी- हं भो ! तं चेव भणइ, सो वि तहेव जाव अणाढाइज्जमाणे अपरियाणमाणे तुसिणी धम्मज्झाणोवगए विहरइ । ૧૫૮ ભાવાર્થ :– તેની પત્ની રેવતીએ બીજીવાર, ત્રીજીવાર તે જ પ્રમાણે કહ્યું, પરંતુ તેઓ પણ તે જ પ્રકારે યાવત્ પત્ની રેવતીના કથનને આદર ન દેતાં, તેના પર ધ્યાન ન દેતાં, ધર્મધ્યાનમાં મગ્ન રહ્યા. १९ तणं सा रेवई गाहावइणी महासयएणं समणोवासएणं अणाढाइज्जमाणी, अपरियाणिज्जमाणी जामेव दिसं पाउब्भूया, तामेव दिसं पडिगया । ભાવાર્થ :- આ રીતે શ્રમણોપાસક મહાશતક દ્વારા આદર ન મળવાથી, ધ્યાન ન દેવાથી તેની પત્ની રેવતી જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. મહાશતકની સાધનાની દૃઢતા ઃ २० तए णं से महासयए समणोवासए पढमं उवासग-पडिमं उवसंपज्जित्ता गं विहरइ जाव आराहेइ । एवं एक्कारस वि आराहेइ । ભાવાર્થ :- શ્રમણોપાસક મહાશતકે પ્રથમ ઉપાસક પ્રતિમા સ્વીકારી તેની આરાધના કરી અને ક્રમશઃ અગિયાર પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિથી આરાધના કરી. २१ तए णं से महासयए समणोवासए तेणं उरालेणं जाव किसे धमणिसंतए जाए । ભાવાર્થ :- ઉગ્ર તપશ્ચર્યાથી શ્રમણોપાસક મહાશતકના શરીરમાં એટલી કૃશતા (ક્ષીણતા) આવી ગઈ કે તેની નસો દેખાવા લાગી. अंतिम आराधना : २२ तणं तस्स महासययस्स समणोवासयस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्त-काले धम्म- जागरियं जागरमाणस्स अयं अज्झत्थिए जाव समुपण्णे- एवं खलु अहं इमेणं उरालेणं जहा आणंदो तहेव अपच्छिम-मारणंतियसंलेहणाए झूसिय- सरीरे भत्त-पाणपडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । ભાવાર્થ :- એક દિવસ પૂર્વાર્ધ રાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં આનંદ શ્રાવકની જેમ શ્રમણોપાસક મહાશતકને વિચાર આવ્યો અને તેણે અંતિમ મારણાંતિક સંલેખનાનો સ્વીકાર કરી (સંથારો કર્યો) આહાર પાણીનો ત્યાગ કર્યો અને મૃત્યુની કામના ન કરતાં તે આરાધનામાં લીન થઈ ગયા. અવધિજ્ઞાનની પ્રાપ્તિઃ : २३ तए णं तस्स महासयगस्स समणोवासगस्स सुभेणं अज्झवसाणेणं सुभेणं परिणामेणं, लेसाहिं विसुज्झमाणीहिं तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं ओहिणाणे समुप्पण्णे- पुरत्थिमेणं लवणसमुद्दे जोयण- साहस्सियं खेत्तं जाणइ पासइ, एवं दक्खिणं, पच्चत्थिमेणं, उत्तरेणं जाव चुल्लहिमवंतं वासहरपव्वयं जाणइ पासइ, उड्डुं जाव
SR No.008764
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages262
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_upasakdasha
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy