________________
અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક
૧૫૭ ]
સંસ્કારની ભિન્નતા અને વર્તમાનની રુચિ અને પુરુષાર્થની ભિન્નતાના આધારે બે નિકટતમ વ્યક્તિઓના પણ જીવન વ્યવહારમાં આસમાન જમીનનું અંતર હોય શકે છે. મહાશતક અને રેવતી બંનેના જીવનને આપણે જોઈ શકીએ છીએ. શ્રમણોપાસક મહાશતક શ્રદ્ધાના શિખરે સ્થિત હતા. ગૃહસ્થ ધર્મની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરી રહ્યા હતા અને તેની જ અંતેવાસિની ભોગની પરાકાષ્ટાએ હતી, વિષય વાસના, ભોગ વિલાસમાં ચકચૂર હતી. બસ ! આ જ કર્મની વિચિત્રતા છે. આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ વ્યક્તિ સબોધ પ્રાપ્ત કરી પોતાના ભાવાનુસાર જીવન ઘડતર કરી શકે છે, મહાશતક તેનું તાદેશ દષ્ટાંત છે.
મહાશતકને શ્રાવક ધર્મનું પાલન કરતાં ૧૪ વર્ષ વ્યતીત થયાં, આત્મભાવમાં દઢ બનતા ગયા. તેઓ ગૃહસ્થ જીવનની ફરજો પૂર્ણ કર્યા પછી નિવૃત્તિમય આરાધના માટે તત્પર બન્યા હતા. રેવતીનો ઉપસર્ગ -
१६ तए णं सा रेवई गाहावइणी मत्ता, लुलिया, विइण्णकेसी उत्तरिज्जयं विकड्डमाणी विकढमाणी जेणेव पोसहसाला जेणेव महासयए समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता मोहुम्मायजणणाई, सिंगारियाई इत्थिभावाइं उवदंसेमाणी उवदंसेमाणी महासययं समणोवासय एवं वयासी- हं भो महासयया समणोवासया धम्म-कामया पुण्ण-कामया सग्ग-कामया मोक्ख-कामया धम्म-कंखिया जाव मोक्खकंखिया धम्मपिवासिया जाव मोक्खपिवासिया किण्णं तुब्भं, देवाणुप्पिया धम्मेण वा पुण्णेण वा सग्गेण वा मोक्खेण वा ? ज णं तुम मए सद्धिं उरालाई माणुस्साई भोगभोगाई भुजमाणे णो विहरसि? શબ્દાર્થ :- મત્તા = ઉન્મત્ત નત્રિય = લથડિયાં ખાતી ૩ત્તરિય = ઓઢવાનું વસ્ત્ર, ઓઢણી વિમળી = ઉલાળતી ૩—ાર્થ = ઉન્માદ ૩૧મળી = બતાવતી = સ્વર્ગ.
ભાવાર્થ :- એક દિવસ ગાથાપતિની પત્ની રેવતી દારૂના નશામાં ઉન્મત્ત બની, લથડિયાં ખાતી, વિખરાયેલા વાળવાળી, વારંવાર પોતાના ઉત્તરીય-દુપટ્ટા અથવા ઓઢણીને ઉલાળતી, પ્રસ્ફોટન કરતી, પૌષધશાળામાં જયાં શ્રમણોપાસક મહાશતક હતા ત્યાં આવી, આવીને વારંવાર મોહ તથા ઉન્માદજનકકામોદ્દીપક કટાક્ષ વગેરે હાવભાવ પ્રદર્શિત કરતાં, શ્રમણોપાસક મહાશતકને કહેવા લાગી- ધર્મ, પુણ્ય, સ્વર્ગ તથા મોક્ષની કામના, ઇચ્છા અને ઉત્કંઠા રાખનારા શ્રમણોપાસક મહાશતક ! તમે મારી સાથે મનુષ્ય જીવનનાં વિપુલ વિષય સુખ કેમ ભોગવતાં નથી. હે દેવાનુપ્રિય ! તમે ધર્મ, પુણ્ય, સ્વર્ગ તથા મોક્ષથી શું પ્રાપ્ત કરશો? તમોને વ્રતપાલનના ફળ સ્વરૂપે ભોગ વિલાસથી અધિક શું મળશે? |१७ तए णं से महासयए समणोवासए रेवईए गाहावइणीए एयमटुं नो आढाइ, णो परियाणाइ, अणाढाइज्जमाणे अपरियाणमाणे तुसिणीए धम्मज्झाणोवगए विहरइ । શદાર્થ:- જે આઢા આદર આપ્યો નહીં જન્મજ્ઞાળવાપ-ધર્મઆરાધનામાં રહ્યા, ધર્મધ્યાનયુક્ત. ભાવાર્થ :-શ્રમણોપાસક મહાશતકે પોતાની પત્ની રેવતીની આ વાતને જરા પણ આદર આપ્યો નહીં અને તેના પર ધ્યાન આપ્યું નહીં. અનાદર કરતાં ધ્યાન નહીં આપતાં તે મૌન ભાવથી ધર્મ આરાધનામાં લીન રહ્યા.