________________
અધ્યયન–૭ : શ્રમણોપાસક સકડાલપુત્ર
विडलाई भोग भोगाई भुंजमाणे विहरइ, तुमं वा तं पुरिसं आओसेसि वा हसि वा बंधेसि वा महेसि वा तज्जेसि वा तालेसि वा णिच्छोडेसि वा णिब्भच्छेसि वा अकाले चेव जीवियाओ ववरोवेसि । तो जं वदसि - णत्थि उट्ठाणे इ वा जाव णियया સવ્વમાવા, તેં તે મિન્હા ।
૧૩૩
ભાવાર્થ:- ભગવાન મહાવીર સ્વામી બોલ્યા- હે સકડાલપુત્ર ! જો પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમ નથી. સર્વ થનારાં કાર્યો નિશ્ચિત છે. તો કોઈ પુરુષ તમારાં હવામાં સૂકાવેલા અથવા તાપમાં તપાવેલાં માટીનાં વાસણોને ચોરતા નથી યાવત્ તેને ઉપાડીને બહાર નાંખતા નથી. તમારી પત્ની અગ્નિમિત્રા સાથે વિપુલભોગ ભોગવતા નથી. તમે તે પુરુષને ફટકારતા નથી, માર મારતા નથી, બાંધતા નથી, રગદોળતા નથી, તર્જના કરતા નથી, થપ્પડ, મુષ્ટિ પ્રહાર કરતા નથી, તેનું ધન લઈ લેતા નથી, કઠોર વચનથી તેનો તિરસ્કાર કરતા નથી, અકાળે જ તેના પ્રાણ લઈ શકતા નથી. કેમ કે ઉત્થાન યાવત્ પરાક્રમ જેવી કોઈ વસ્તુ નથી, સર્વભાવો નિયત છે.
જો તમે માનો છો કે વાસ્તવમાં કોઈ પુરુષ તમારા હવામાં સૂકવેલા અથવા તાપમાં તપાવેલાં, સૂકાઈ ગયેલાં, માટીનાં વાસણોને ચોરી જાય છે અથવા વેરવિખેર કરી નાંખે છે અથવા તેમાં કાણાં પાડે છે અથવા તેને ફોડી નાંખે છે અથવા ઉપાડીને બહાર નાંખી દે છે અથવા તમારી પત્ની અગ્નિમિત્રાની સાથે ભોગ ભોગવે છે, તમે તે પુરુષને ફટકારો છો, મારો છો, બાંધો છો, રગદોળો છો, તર્જના કરો છો, થપ્પડ, મુષ્ટિ પ્રહાર કરો છો, તેનું ધન છીનવો છો, કઠોર વચનોથી તિરસ્કાર કરો છો, અકાળે જ તેના પ્રાણ લઈ લો છો, ત્યારે તમારો પ્રયત્ન, પુરુષાર્થ વગેરે ન હોવાનું તથા થનારાં સર્વ કાર્યો નિયત હોવાનું જે કથન કરો છો તે અસત્ય થાય છે અર્થાત્ મિથ્યા સિદ્ઘ થાય છે.
વિવેચનઃ -
પૂર્વોક્ત સૂત્રોમાં સકડાલપુત્રને પ્રભુ મહાવીર સાથે નિયતિવાદ વિષયક થયેલી ચર્ચાનું નિરૂપણ છે. પ્રભુએ સકડાલપુત્રને તેના રોજિંદા કાર્યથી જ પુરુષાર્થવાદની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવી, આપણું દરેક કાર્ય પુરુષાર્થ વિના શક્ય જ નથી.
પ્રભુએ સકડાલપુત્રને જ પૂછ્યું કે તમે જે કાંઈ માટીનાં વાસણો વગેરે બનાવો છો, તે કઈ રીતે થાય છે ? સકડાલપુત્રે તેની પ્રક્રિયા આદિથી અંત સુધી સમજાવી. માટી પલાળવાથી લઈને વાસણને ભઠ્ઠીમાં પકવવા સુધી બધી જ ક્રિયા પુરુષાર્થજન્ય જ છે, તેથી જ સર્વભાવો નિયત છે, તેનું ખંડન થઈ જાય છે.
વ્યાવહારિક જીવનમાં નિયતિવાદને સ્વીકારવો ઉચિત નથી. નિયતિવાદના સ્વીકારથી વ્યક્તિ
સર્વથા નિષ્ક્રિય બની જાય, પ્રમાદ વધી જાય. જે થવાનું છે તે થશે’, તે વિચારથી કે તે શ્રદ્ધાથી કાર્ય થતું નથી, તેથી એકાંતવાદને ન સ્વીકારતાં પ્રભુ મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અનુસાર કાર્યસિદ્ધિ માટે પાંચ સમવાયને
સ્વીકારવા તે સર્વ પ્રકારે સંગત છે.
સકડાલપુત્રે ધ્યાનપૂર્વક પ્રભુની વાત સાંભળી અને તેના પર ઊંડો વિચાર કર્યો. ભગવાનના કથન પર તેને શ્રદ્ધા થવા લાગી.
સત્ય દર્શન :
२४
| एत्थ णं से सद्दालपुत्ते आजीविओवासए संबुद्धे ।