________________
અધ્યયન-૭ : શ્રમણોપાસક સકડાલપુત્ર
पाडिहारियं पीढ-फलग सेज्जा संथारयं ओगिण्हित्ता णं विहरइ । શબ્દાર્થ:- ાસુ-સખિા = પ્રાસુક, યોગ્ય, અચિત્ત ક્ષભિખ્ખું = શુદ્ધ, ગ્રહણ કરવા જેવા. ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામીએ આજીવિકોપાસક સકડાલપુત્રની આ વિનંતિ સ્વીકારી તથા તેની પાંચસો કર્મશાળાઓમાં પ્રાસુક, શુદ્ધ પ્રાતિહારિક, પીઠ, ફલક(શય્યા) સંસ્તારક ગ્રહણ કરીને ત્યાં બિરાજમાન થયા.
૧૩૧
પ્રભુ મહાવીર અને સકડાલપુત્ર વચ્ચે વાર્તાલાપ ઃ
से सद्दालपुत्ते आजीविओवासए अण्णया कयाई वायाहययं कोलाल-भंड अंतो सालाहिंतो बहिया णीणेइ, णीणेत्ता, आयवंसि दलयइ |
१६ त
શબ્દાર્થ :
ભાવાર્થ :શાળામાંથી બહાર લાવીને તાપમાં રાખ્યાં.
વાયા વયં = હવાથી સૂકાઈ ગયેલા જોલા – માટીના ભંડ = વાસણ માયવૃત્તિ = તાપમાં. એક દિવસ આજીવિકોપાસક સકડાલપુત્રે હવાથી સૂકાઈ ગયેલાં માટીનાં વાસણો કર્મ
१७ तए णं से समणे भगवं महावीरे सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासीसद्दालपुत्ता ! एस णं कोलालभंडे कओ ?
ભાવાર્થ :ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપુત્રને કહ્યું– હે સકડાલપુત્ર ! આ માટીનાં વાસણ કેવી રીતે બનાવ્યાં? |૮| | तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणं भगवं महावीरं एवं वयासीएस णं भंते ! पुव्वि मट्टिया आसी, तओ पच्छा उदएणं णिमिज्जइ, णिमिज्जित्ता छारेण य करिसेण य एगयाओ मीसिज्जइ, मीसिज्जित्ता चक्के आरोहिज्जइ, तओ बहवे करगा य जाव उट्टियाओ य कज्जति ।
શબ્દાર્થ:- પુબ્ધિ = પેલા, પહેલાં પા = પછી ખિમિન્ત્રજ્ઞ = કચરવામાં આવી રેખં = રાખ રિસેપ = છાણ મૌસિન્ગફ = મેળવીને ચન્દ્રે = ચાકડા પર.
ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું– હે ભગવાન ! પહેલાં માટીને પાણી સાથે પલાળી કચરવામાં આવે છે, પછી રાખ અને છાણ સાથે મેળવી કચરવામાં આવે છે. આ રીતે બધુ ભેગું કરી તેને ચાક ઉપર ચઢાવવામાં આવે છે. ત્યારે ઘણાં વાસણ, પાત્ર, ગાડવા, થાળી અથવા કુંડા, ઘડા, અર્ધઘડા, લોટા, મોટા માટલાં, શકોરાં તથા કુંડા બનાવાય છે.
१९ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासी - सद्दालपुत्ता ! एस णं कोलालभंडे किं उट्ठाणेणं जाव पुरिसक्कार- परक्कमेणं कज्जंति ? उदाहु अणुट्ठाणेणं जाव अपुरिसक्कार-परक्कमेणं कज्जंति ?
ભાવાર્થ :ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપુત્રને પૂછ્યું– હે સકડાલપુત્ર ! આ માટીનાં વાસણ શું પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમ દ્વારા બને છે ? કે પ્રયત્ન પુરુષાર્થ અને ઉદ્યમ વિના જ બને છે ?