________________
| १३०
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભગવાન દ્વારા સકલાલપુત્રના મનોભાવનું કથન:|१३ सद्दालपुत्ता ! इ समणे भगवं महावीरे सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासीसे णूणं सद्दालपुत्ता ! कल्लं तुमं पुव्वावरण्ह-काल-समयंसि जेणेव असोगवणिया जाव विहरसि । तए णं एगे देवे तुब्भं अंतियं पाउब्भवित्था । तए णं से देवे अंतलिक्ख-पडिवण्णे एवं वयासी- हं भो ! सद्दालपुत्ता ! तं चेव सव्वं जाव से णूणं सद्दालपुत्ता! अढे समढे ? हंता ! अत्थि । णो खलु सद्दालपुत्ता ! तेणं देवेणं गोसालगमंखलिपुत्तं पणिहाय एवं वुत्ते । शार्थ :- पणिहाय = सरीने. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકલાલપુત્રને કહ્યું - હે સકલાલપુત્ર ! બપોરના સમયે તમે જ્યારે અશોકવાટિકામાં યાવતુ તમે સાધનામાં હતા ત્યારે એક દેવ તમારી સામે પ્રગટ થયો અને આકાશમાં સ્થિત રહીને તમને આ પ્રમાણે કહ્યું- હે શકડાલપુત્ર! યાવતુ ભગવાને સર્વ વૃત્તાંત કહ્યો અને પૂછ્યું– સંકડાલપુત્ર! શું આ પ્રમાણે થયું છે? સકલાલપુત્ર બોલ્યા- હા, એમ જ થયું છે. ત્યારે ભગવાને કહ્યું– સકલાલપુત્ર! તે દેવે મંખલિપુત્ર ગોશાલકને લક્ષ કરીને તેમ કહ્યું ન હતું. સકલાલપુત્ર પર અતીન્દ્રિય જ્ઞાનનો પ્રભાવ - १४ तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासयस्स समणेणं भगवया महावीरेणं एवं वुत्तस्स समाणस्स इमेयारुवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पण्णे एस णं समणे भगवं महावीरे महामाहणे, उप्पण्ण-णाणदंसणधरे जाव तच्च-कम्मसंपयासंपउत्ते । तं सेयं खलु ममं समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता पाडिहारिएणं पीढफलग-सेज्जा-संथारएणं उवणिमंतित्तए । एवं संपेहेइ, संपेहित्ता उट्ठाए उढेइ, उद्वेत्ता समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु भंते ! मम पोलासपुरस्स णयरस्स बहिया पंच कुंभकारावणसया । तत्थ णं तुब्भे जाव पाडिहारियं पीढ-फलग-सेज्जा-संथारयं ओगिण्हित्ता णं विहरह । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું, ત્યારે આજીવિકોપાસક સકડાલપુત્રના મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો- શ્રમણ ભગવાન મહાવીર જ મહામાહણ, ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારક થાવત્ સત્કર્મ સંપત્તિયુક્ત છે, તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા અને સંતારક માટે આમંત્રણ કરું. આ પ્રમાણે વિચાર કરી તે ઊઠ્યા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને બોલ્યા- હે ભગવાન! પોલાસપુર નગરની બહાર મારી પાંચસો કુંભકાર કર્મશાળા છે. આપ ત્યાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા અને સંસ્તારક ગ્રહણ કરીને બિરાજો. ભગવાનનું કર્મશાળામાં પદાર્પણ:|१५ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तस्स आजीविओवासगस्स एयमढे पडिसुणेइ, पडिसुणेत्ता सद्दालपुत्तस्स आजीविओवासगस्स पंचकुंभकारावणसएसु फासु- एसणिज्ज