________________
૧૨૮ ]
-
શ્રી ઉપાસક દશાગ સૂત્ર
સમસ્ત જીવોની હિંસાથી નિવૃત્ત થઈ જાય છે, અન્યને આ રીતનો ઉપદેશ આપે છે, તે માહણ કહેવાય છે. આવા પુરુષ મહાન હોય છે, માટે તે મહામાહણ છે અર્થાતુ મહાન અહિંસક છે.
અન્ય આગમોમાં પણ જ્યાં મહાના શબ્દ આવ્યો છે, ત્યાં આ જ રીતે વ્યાખ્યા કરી છે. તેની વ્યાખ્યા બીજી રીતે પણ થાય છે. પ્રાકૃતમાં બ્રાહ્મણ' માટે 'બપ્પણ' તથા 'બમ્પણ' ની જેમ માહણ શબ્દ પણ છે. એ અનુસાર મહામાહણનો અર્થ મહાન બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ શબ્દ ભારતીય સાહિત્યમાં ગુણ–નિષ્પન્નતાની દષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે. બ્રાહ્મણમાં એક એવા વ્યક્તિત્વની કલ્પના છે, જે પવિત્રતા, સાત્ત્વિકતા, સદાચાર, તિતિક્ષા, તપ વગેરે સગુણના સમવાયનું પ્રતીક છે. શાબ્દિક દષ્ટિથી તેનો અર્થ જ્ઞાની થાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ આ પ્રમાણે થાય છે- જે બ્રહ્મ, વેદ અથવા શુદ્ધ ચૈતન્યને જાણે છે અથવા તેનું અધ્યયન કરે છે, તે બ્રાહ્મણ છે. ગુણાત્મક દૃષ્ટિથી વેદ, જે વિદ્ ધાતુથી બનેલો શબ્દ છે તે ઉત્કૃષ્ટ જ્ઞાનનું પ્રતીક છે. આ રીતે બ્રાહ્મણ શબ્દ એક ઉચ્ચ જ્ઞાની અને ચારિત્રનિષ્ઠ વ્યક્તિત્વના રૂપમાં પ્રસ્તુત થયો છે. ૩MUળ ખાઇ હંસાધરે – ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક અર્થાતુ કેવળજ્ઞાન-કેવળદર્શનના ધારક.
જ્યારે રાગ દ્વેષરૂપ મોહનીયકર્મનો નાશ થાય ત્યારે વ્યક્તિ વીતરાગી બને છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો નાશ થાય અર્થાતુ ચારે ઘાતિકર્મોનો નાશ થાય ત્યારે તેને કેવળજ્ઞાન-કેવળ દર્શન પ્રગટ થાય છે અને તે જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી અને અરિહંત કહેવાય છે. આત્માના અનંત ગુણ પ્રગટ થયા હોવાથી તથા તીર્થના સ્થાપક હોવાથી ત્રિલોકના જીવો દ્વારા વંદનીય અને પૂજનીય છે.
આ રીતે સ્વયં આત્મ રમણતામાં લીન છે અને તેનું અસ્તિત્વ માત્ર જગતના કલ્યાણનું કારણ છે. તેવા તીર્થંકર પ્રભુ મહાવીર પધારશે તેવી મંગલ વધામણી દેવે સકડાલપુત્રને આપી.
અસંખ્ય દેવો તીર્થકરના ભક્ત હોય છે. જે પ્રસંગોપાત પ્રભુના અતિશયો પ્રગટ કરે, સામાન્ય લોકોને પ્રભુની વિશેષતા સમજાવે, સમવસરણ વગેરે રચના કરી પોતાનો ભક્તિભાવ પ્રગટ કરે છે, તે જ રીતે પ્રભુના ભક્ત દેવે સકડાલપુત્રની સમક્ષ પ્રગટ થઈ તેને પ્રભુના દર્શન, વંદન, નમસ્કાર યાવતું પર્યાપાસના કરવાની પ્રેરણા કરી. સકલાલપુત્રનો અંતર આનંદ| ९ तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासगस्स तेणं देवेणं एवं वुत्तस्स समाणस्स इमेयारुवे अज्झथिए, चिंतिए, पत्थिए मणोगए संकप्पे समुप्पण्णे- एवं खलु ममं धम्मायरिए धम्मोवएसए गोसाले मंखलिपुत्ते, से णं महामाहणे उप्पण्ण-णाण-दसणधरे जाव तच्च-कम्म-संपया-संपउत्ते, से णं कल्लं इह हव्वमागच्छिस्सइ । तए णं तं अहं वंदिस्सामि णमंसिस्सामि जाव सक्कारेस्सामि, सम्माणेस्सामि, कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासिस्सामि; पाडिहारिएण जावपीढ-फलग-सेज्जा-संथारएणं उवणिमतिस्सामि। ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે આજીવિકોપાસક સકલાલપુત્રના મનમાં આવો વિચાર આવ્યો, મનોરથ, ચિંતન અને સંકલ્પ થયો–મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, મહામાહણ, અપ્રતિમ જ્ઞાન દર્શનના ધારક યાવત્ સત્કર્મ, સંપત્તિયુક્ત મંખલિપુત્ર ગોશાલક કાલે અહીં આવશે ત્યારે હું તેને વંદના,