________________
અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર
[ ૧૨૭ ]
જીવનની અનુકૂળતા અનુસાર બપોરે સામાયિક સંવરની સાધનામાં લીન બનતા હતા. દેવનું પ્રગટીકરણ:
७ तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासगस्स अंतिए एगे देवे पाउब्भवित्था। ભાવાર્થ :- આજીવિકોપાસક મકડાલપુત્રની સમક્ષ એક દેવ પ્રગટ થયો. તીર્થકરના પદાર્પણની સૂચના - | ८ तए णं से देवे अंतलिक्ख पडिवण्णे सखिखिणियाइं पंचवण्णाई वत्थाई पवर परिहिए सहालपुत्तं आजीविओवासयं एवं वयासी- एहिइ णं देवाणुप्पिया ! कल्लं इह महामाहणे, उप्पण्णणाण-दसणधरे, तीय-पडुप्पण्ण-मणागय-जाणए, अरहा, जिणे, केवली, सव्वण्णू, सव्वदरिसी, तेलोक्क-वहिय-महिय-पूइए, सदेवमणुयासुरस्स लोगस्स अच्चणिज्जे वंदणिज्जे णमंसणिज्जे सक्कारणिज्जे सम्माणणिज्जे, कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासणिज्जे, तच्च-कम्म-संपया-संपउत्ते । तं णं तुम वंदेज्जाहि, णमंसेज्जाहि, सक्कारेज्जाहि, सम्माणेज्जाहि, कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासेज्जाहि, पाडिहारिएणं पीढ-फलग-सिज्जा-संथारएणं उवणिमंतेज्जाहि । दोच्चं पि तच्च पि एवं वयइ, वइत्ता जामेव दिसं पाउब्भूए तामेव दिस पडिगए । શબ્દાર્થ :- ૫૨ = શ્રેષ્ઠ તૈય ડુપUM = ભૂતકાળ, વર્તમાનકાળ તત્ત્વમ્ = સફળ અને સત્ય ક્રિયાઓવાળા પડિહાgિi = પાછી દેવા યોગ્ય વત્તા = કહીને. ભાવાર્થ:- ત્યારે નાની નાની ઘંટડીઓથી યુક્ત પાંચ વર્ણનાં ઉત્તમ વસ્ત્રો ધારણ કરેલા દેવે, આકાશમાં અવસ્થિત રહીને આજીવિકોપાસક સકડાલપુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય! કાલે સવારે અહીં મહામાહણમહાન અહિંસક, અપ્રતિહત જ્ઞાન દર્શનના ધારક, અતીત-વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના જ્ઞાતા, અહંત-પરમપૂજ્ય, પરમ સમર્થ, જિન-રાગદ્વેષના વિજેતા, કેવળી, પરિપૂર્ણ, શુદ્ધ અને અનંતજ્ઞાન આદિથી યુક્ત, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રણે લોકના જીવો અત્યંત હર્ષ પૂર્વક જેના દર્શનની ઝંખના કરે છે, જેની સેવા અને ઉપાસનાની ઇચ્છા કરે છે, દેવ, દાનવ અને માનવ સર્વ દ્વારા અર્ચનીય-પૂજનીય, વંદનીય, નમસ્કારણીય, સત્કાર અને આદર કરવા યોગ્ય, કલ્યાણમય, મંગલમય, ઇષ્ટદેવ સ્વરૂપ અથવા દિવ્યતેજ તથા શક્તિયુક્ત, જ્ઞાનસ્વરૂપ, પર્યાપાસનીય–ઉપાસના કરવા યોગ્ય, તથ્યકર્મ સંપદાથી યુક્ત-સત્કર્મરૂપ સંપત્તિથી યુક્ત એવા ભગવાન પધારશે. તમે તેને વંદન કરજો (નમસ્કાર, સત્કાર, તથા સન્માન કરજો). પ્રાતિહારિક (ઉપયોગમાં લઈને પાછી આપી શકાય તેવી વસ્તુ) પીઠ–પાટલા, બાજોઠ, ફલક-પાટ, પાટિયું, શય્યા–નિવાસ સ્થાન, સંસ્તારક-સંથારા માટે (પથારી માટે) ઘાસ વગેરે વસ્તુઓનું તેમને આમંત્રણ કરજો. આ રીતે બીજીવાર, ત્રીજીવાર કહી જે દિશામાંથી દેવ પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ગયો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પ્રભુ મહાવીરનાં અનેક વિશેષણોના પ્રયોગથી અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તેમાં મુખ્ય વિશેષણ મહીના શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય અભયદેવ સૂરિએ વૃત્તિમાં લખ્યું છે – જે વ્યક્તિ નિશ્ચય કરે છે કે હું કોઈને મારીશ નહીં તેમજ જે મન, વચન, અને કાયાથી સૂક્ષ્મ અને સ્કૂલ