________________
અધ્યયન–૬ ઃ શ્રમણોપાસક કુંડકૌલિક
विइगिच्छासमावण्णे, कलुस समावण्णे णो संचाएइ कुंडकोलियस्स समणोवासयस्स किंचि पामोक्ख-माइक्खित्तए ; णाममुद्दयं च उत्तरिज्जयं च पुढविसिला - पट्टए ठवे, ठवेत्ता जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए ।
૧૧૯
શબ્દાર્થ :- તુલસમાવળે = વ્યાકુળ ચિત્ત, કલુષતાથી યુક્ત નો સંવાÇ = જવાબ ન આપી શક્યા. ભાવાર્થ :– શ્રમણોપાસક કુંડકૌલિકે આ પ્રમાણે કહ્યું, ત્યારે તે દેવ શંકિત, કાંક્ષિત અને સંશયયુક્ત તથા કલુષતાથી યુક્ત, ગ્લાનિયુક્ત અથવા હતપ્રભ થઈ ગયો, પ્રત્યુત્તર આપી શકયો નહીં, તેથી તેણે કુંડકૌલિકની નામાંકિત અંગૂઠી અને દુપટ્ટો પૃથ્વી શિલાપટ્ટક ઉપર રાખી દીધાં અને જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ફરી ગયો.
१० तेणं कालेणं तेणं समएणं सामी समोसढे ।
ભાવાર્થ :- તે કાળે અને તે સમયે ભગવાન મહાવીરનું કાંપિલ્યપુરમાં પદાર્પણ થયું.
११ एणं से कुंडकोलिए समणोवासए इमीसे कहाए लद्धट्टे हट्ठ जहा कामदेवो तहा णिग्गच्छइ जाव पज्जुवासइ । धम्मकहा ।
શબ્દાર્થ -- ભાવાર્થ :-શ્રમણોપાસક કુંડકૌલિકે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે અત્યંત પ્રસન્ન થયા અને ભગવાનના દર્શન માટે કામદેવની જેમ ગયા. ભગવાનની પર્યુપાસના કરી, ધર્મદેશના સાંભળી. ભગવાન દ્વારા કુંડકૌલિકને ધન્યવાદ :
१२ कुंडकोलिया ! त्ति समणे भगवं महावीरे कुंडकोलियं समणोवासयं एवं वयासीकुंडलिया ! कल्लं तुब्भं अंतिए पुव्वावरण्ह-काल- समयंसि असोग वणियाए एगे देवे पाउब्भविथा । तए णं से देवे णाम-मुद्दगं च तहेव जाव णो संचाएइ तुब्भे किंचि पामोक्खमाइक्खित्तए, णाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिलापट्टए ठवेइ, ठवेत्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए । से णूणं कुंडकोलिया ! अट्ठे मट्ठे ? हंता अथ । तं धण्णेसि णं तुमं कुंडकोलिया ! जहा कामदेवो । શબ્દાર્થ -- અન્ને સમક્કે ? = અર્થ સમર્થ છે,આ સત્ય છે ? થળેસિ = ધન્ય છો.
તદું = પ્રાપ્ત ખિા∞ફ = નીકળ્યા પન્નુવાસફ = પર્યુપાસના કરી.
=
ભાવાર્થ :- હે કુંડકૌલિક ! આ પ્રકારે સંબોધન કરી ભગવાને શ્રમણોપાસક કુંડકૌલિકને કહ્યું – હે કુંડકૌલિક! કાલે બપોરના સમયે અશોકવાટિકામાં એક દેવ તમારી સમક્ષ પ્રગટ થયો. તે તમારી નામાંકિત અંગૂઠી અને દુપટ્ટો લઈને આકાશમાં ગયો યાવત્ સંપૂર્ણ ઘટના કહેવી. જ્યારે તે દેવ તમને કાંઈ ઉત્તર આપી શક્યો નહીં ત્યારે તમારી નામાંકિત અંગૂઠી અને દુપટ્ટો યથાસ્થાને રાખીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. હે કુંડકૌલિક ! શું આ યથાર્થ છે? કુંડકૌલિકે કહ્યું – ભગવાન ! હા, એમ જ થયું છે. કુંડકૌલિક ! તમે ધન્ય છો યાવત્ શ્રમણોપાસક કામદેવને ભગવાને જેમ કહ્યું હતું, તે જ પ્રમાણે કહ્યું. શ્રમણ નિગ્રંથોને પ્રેરણા ઃ
१३ अज्जो ! त्ति समणे भगवं महावीरे समणे णिग्गंथे य णिग्गंथीओ य आमंतित्ता