________________
| અધ્યયન-૪ શ્રમણોપાસક સુરાદેવ
૧૦૫ ]
ભાવાર્થ :- ત્યારપછી એકદા પૂર્વાર્ધ રાત્રિના સમયે શ્રમણોપાસક સુરાદેવ સમક્ષ એક દેવ પ્રગટ થયો. તેણે નીલી, તીક્ષ્ણ ધારવાળી યાવતુ તલવાર કાઢીને શ્રમણોપાસક સુરાદેવને કહ્યું, હે મોતના ચાહક ! શ્રમણોપાસક સુરાદેવ! જો તમે આજે શીલ, વ્રત આદિનો યાવત્ ભંગ કરશો નહીં તો હું તમારા જ્યેષ્ઠ પુત્રને ઘેરથી લાવીશ, લાવીને તમારી સામે તેને મારી નાખીશ. મારીને તેના પાંચ પાંચ ટુકડા કરીશ, ઊકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાખીશ, તેનાં માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ, જેથી તમે અકાળે જ જીવનથી રહિત થઈ મૃત્યુને પ્રાપ્ત કરશો.
આ રીતે તેણે મધ્યમ અને કનિષ્ઠ પુત્રને પણ મારી નાંખવાની, તેના પાંચ પાંચ ટુકડા કરવાની ધમકી આપી, પરંતુ સુરાદેવ અવિચલ રહ્યા, ત્યારે ચુલનીપિતાની સાથે દેવે જેવું ક્રૂર વર્તન કર્યું હતું તેવું જ વર્તન કર્યું. તેના પુત્રોને મારી નાંખ્યા. ત્યાં દેવે ત્રણ ત્રણ ટુકડા કર્યા હતા, અહીં દેવે પાંચ પાંચ ટુકડા કર્યા. મહારોગ ઉત્પન્ન કરવાની ધમકી:| ३ तए णं देवे सुरादेवं समणोवासयं चउत्थं पि एवं वयासी- हं भो सुरादेवा समणोवासया ! अपत्थिय-पत्थिया जाव ण परिच्चयसि, तो ते अज्ज सरीरंसि जमगसमगमेव सोलस-रोगायंके पक्खिवामि, तं जहा- सासे, कासे, जरे, दाहे, कुच्छिसूले, भगंदरे, अरिसए, अजीरए, दिट्ठिसूले, मुद्धसूले, अकारिए, अच्छिवेयणा, कण्णवेयणा, कंडुए, उदरे, कोढे, जहा णं तुम अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि। શબ્દાર્થ - = શરીરમાં સર્જા= આજે વિશ્વામિત્ર ઉત્પન્ન કરીશ, પ્રક્ષિત કરીશ #ારે = ઉધરસ. ભાવાર્થ - ત્યારે તે દેવે શ્રમણોપાસક સુરાદેવને ચોથીવાર પણ આ જ પ્રમાણે કહ્યું - હે મૃત્યુના ચાહક શ્રમણોપાસક સુરાદેવ! જો તમારા વ્રતોનો ત્યાગ નહીં કરો તો આજ હું તમારા શરીરમાં એક સાથે શ્વાસ, ઉધરસ, તાવ, શરીરમાં બળતરા, કમરમાં દુઃખાવો, ભગંદર, અર્શ-હરસ, અજીર્ણ, દષ્ટિશૂળ–નેત્રમાં શૂળ ખેંચે તેવી તીવ્ર વેદના, માથામાં દુઃખાવો, અરુચિ, અક્ષિવેદના, કાનની વેદના, ખંજવાળ, જલોદર વગેરે પેટની બીમારી તથા કુષ્ઠ રોગ, કોઢ આ સોળ ભયાનક રોગ ઉત્પન્ન કરીશ, જેથી તમે આર્તધ્યાન તથા ભયંકર દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનથી રહિત થઈ જશો. |४ तए णं से सुरादेवे समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए, अतत्थे, अणुव्विग्गे, अक्खुभिए, अचलिए, असंभंते, तुसिणीए धम्मज्झाणोवगए विहरइ । एवं देवो दोच्चंपि तच्च पि भणइ जइ णं तुम अज्ज सीलाई, वयाई, वेरमणाई, पच्चक्खाणाई, पोसहोववासाई ण छडेसि, ण भंजेसि, तो ते अहं अज्ज सरीरंसि जमग-समगमेव सोलस रोगायंके पक्खिवामि जहा ण तुमं अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । ભાવાર્થ :- શ્રમણોપાસક સુરાદેવને તે દેવે આ પ્રમાણે કહ્યું, છતાં પણ તે ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, શુભિત, ચલિત તથા આકુળ-વ્યાકુળ થયા નહીં, ચુપચાપ શાંત ભાવથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. ત્યારે તે દેવે બીજીવાર, ત્રીજીવાર ફરીથી તેમજ કહ્યું, જો તમે આજે શીલ વ્રત, વિરમણ પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસનો ત્યાગ કરશો નહીં, ભંગ કરશો નહીં, તો હું આજે તમારા શરીરમાં એક સાથે સોળ ભયાનક રોગ ઉત્પન્ન