________________
| અધ્યયન-૪: પરિચય.
[ ૧૦૩ |
વિવેકી હતી. તેણે પોતાના પતિને કહ્યું. આ આપની કસોટી હતી, દેવકૃત ઉપસર્ગ હતો. તમારા પુત્રો ક્ષેમકુશળ છે. તેમજ તમારા શરીરમાં ૧૬ મહારોગ ઉત્પન્ન કરવાની કેવળ ધમકી જ હતી. ભયભીત થઈ તમે તમારા વ્રતને ખંડિત કર્યું, દોષ સેવન કર્યું માટે પ્રાયશ્ચિત લઈને તમારે શુદ્ધ થવું જોઈએ. સુરાદેવ પોતાની પત્નીની પ્રેરણાથી સાવધાન થઈ ગયા. પોતાની ભૂલ માટે આલોચના કરી, પ્રાયશ્ચિત ગ્રહણ કર્યું અને સ્વસ્થ બની ગયા.
સુરાદેવનું ઉત્તરવર્તી જીવન ચલન પિતાની જેમ ધર્મોપાસનામાં અધિકાધિક ગતિશીલ થયું. તેણે વ્રતોનું સારી રીતે પાલન કરતાં વીસ વર્ષ સુધી શ્રાવકનાં વ્રતોનું પાલન કર્યું. શ્રાવકની અગિયાર પ્રતિમાની સમ્યક પ્રકારે આરાધના કરી. એક મહિનાનો સંથારો–અનશન વ્રત સંપન્ન કરી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. સૌધર્મ દેવલોકમાં અરુણકાંત વિમાનમાં તે દેવ રૂપે ઉત્પન્ન થયા.