________________
૯૨
ત્રીજું અધ્યયન શ્રમણોપાસક ચુલનીપિતા
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ગાથાપતિ ચુલનીપિતા :
१ उक्खेवो तइयस्स अज्झयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी । कोट्ठए चेइए । जियसत्तू राया ।
શબ્દાર્થ :- તફ્યુમ્સ = ત્રીજું, ત્રીજાનો જોવ્રુણ્ = કોષ્ઠક.
ભાવાર્થ :- ઉત્કેપ (ઉપોદ્ઘાત)–ત્રીજા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ.
આર્ય સુધર્માસ્વામીએ કહ્યું– હે જંબૂ ! તે કાળે—વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે—જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે વારાણસી નામની નગરી હતી. કોષ્ઠક નામનું ચૈત્ય હતું. ત્યાંના રાજાનું નામ જિતશત્રુ હતું.
२ तत्थ णं वाणारसीए णयरीए चुलणीपिया णामं गाहावई परिवसई, अड्ढे जाव अपरिभूए । सामा भारिया । अट्ठ हिरण्ण-कोडीओ णिहाण पडत्ताओ, अट्ठ वुढिपत्ताओ, अट्ठ पवित्थर-पउत्ताओ, अट्ठ वया, दस-गो-साहस्सिएणं वएणं । जहा आणंदो राईसर जाव सव्व-कज्ज-वड्ढावए यावि होत्था । सामी समोसढे । परिसा णिग्गया । चुलणीपिया वि जहा आणंदो तहा णिग्गओ । तहेव गिहि-धम्मं पडिवज्जइ । गोयम- पुच्छा । तहेव सेसं जहा कामदेवस्स जाव पोसह सालाए पोसहिए बंभयारी समणस्स भगवओ महावीरस्स [अंतियं] धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ ।
=
શબ્દાર્થ :-મઠ્ઠું = સમૃદ્ધ જખ્ખ = કાર્ય વંભવન્તિ = બ્રહ્મચારી સમોસઢે – પધાર્યા વઢ્ઢાવણ્ = આગળ વધારવાવાળો.
ભાવાર્થ :- વારાણસી નગરીમાં ચુલનીપિતા નામના ગાથાપિત રહેતા હતા. તે અત્યંત સમૃદ્ધ અને પ્રભાવશાળી હતા. તેની પત્નીનું નામ શ્યામા હતું. આઠ કરોડ સોનામહોર તેના ખજાનામાં, આઠ કરોડ સોનામહોર વેપાર વાણિજ્યમાં તથા આઠ કરોડ સોનામહોર ઘરના વૈભવ, ધન, ધાન્ય, નોકરો, પશુ વગેરે સાધન સામગ્રીમાં હતી. તેને આઠ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી. આનંદ ગાથાપતિની જેમ રાજા, ઐશ્વર્યશાળી પુરુષ વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સર્વ કાર્યોમાં સલાહ આપનાર હોવાથી તેઓ સર્વ કાર્યવર્ધક હતા.
ભગવાન મહાવીર પધાર્યાં. સમોવસરણ થયું. ભગવાનની ધર્મદેશના સાંભળવા પરિષદ નીકળી. આનંદની જેમ ચુલનીપિતા પણ ઘેરથી નીકળ્યા. ભગવાનના સાંનિધ્યમાં પહોંચી ગયા. આનંદની જેમ તેણે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો.