________________
| १८ ।
શ્રી શાતાધર્મકથા સૂત્ર
विणएणं वयणं पडिसुणेति, पडिसुणेत्ता सेणियस्स रण्णो अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहस्स णगरस्स मज्झमज्झेणं जेणेव सुमिणपाढगगिहाणि तेणेव उवागच्छंति, उवागच्छित्ता सुमिणपाढए सदावेति। ભાવાર્થ:- શ્રેણિક રાજાએ કર્મચારી પુરુષોને આ પ્રમાણે કહ્યું, ત્યારે તેઓ હર્ષિત તથા સંતુષ્ટ થયા થાવત હદયથી આનંદિત થયા; બંને હાથ જોડીને, દસ નખ ભેગા કરી અંજલી બનાવી, તેને મસ્તક પર આવર્તન કરીને કહ્યું- હે દેવ ! એ જ પ્રમાણે થશે, આ પ્રમાણે વિનયપૂર્વક રાજ આજ્ઞાનો સ્વીકાર કરીને, શ્રેણિક રાજાની પાસેથી નીકળીને રાજગૃહ નગરની મધ્યે થઈને સ્વપ્નપાઠકોના ઘરે આવીને સ્વપ્ન પાઠકોને આમંત્રણ આપ્યું. २३ तए णं ते सुमिणपाढगा सेणियस्स रण्णो कोडुंबियपुरिसेहिं सदाविया समाणा हतु? जावहियया बहाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा हरियालियसिद्धत्थकयमुद्धाणा सए हिं सएहिं गिहेहितो पडिणिक्खमंति, पडिणिक्खमित्ता रायगिहस्स मज्झमज्झेणं जेणेव सेणियस्सरण्णो भवणवडेंसगदुवारे तेणेव उवागच्छंति, उवागच्छित्ता एगयओ मिलन्ति, मिलित्ता सेणियस्स रण्णो भवणवडेंसगदुवारेणं अणुपविसंति, अणुपविसित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला, जेणेव सेणिये राया, तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेणियं रायं जएणं विजएणं वद्धावेति, सेणिएणं रण्णा अच्चिय-वंदिय-पूइय-माणिय-सक्कारियसम्माणिया समाणा पत्तेयं पत्तेयं पुव्वण्णत्थेसु भद्दासणेसु णिसीयंति। ભાવાર્થ:- તે સ્વપ્ન પાઠકોને શ્રેણિક રાજાના કર્મચારીઓએ રાજ સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તેઓએ હૃષ્ટતુષ્ટ યાવત્ આનંદિત હૃદયવાળા થઇને, સ્નાન કર્યું કાવત્ અલ્પ વજનવાળા પરંતુ બહુમૂલ્ય આભરણોથી શરીરને અલંકૃત કર્યું, મંગલ નિમિત્તે મસ્તક પર દૂર્વા અને સરસવ ધારણ કર્યા. ત્યારપછી પોત-પોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને રાજગૃહ નગરમાં થઈને શ્રેણિક રાજાના મુખ્ય મહેલના દરવાજા સમીપે આવીને તેઓ બધા ભેગા થયા અને એક સાથે શ્રેણિક રાજાના મહેલમાં મુખ્ય દ્વારથી પ્રવેશ કરીને બહારની ઉપસ્થાન શાળા(સભા)માં શ્રેણિક રાજા સમીપે આવ્યા અને શ્રેણિક રાજાને જય અને વિજય શબ્દોથી વધાવ્યા, ત્યાર પછી શ્રેણિક રાજા દ્વારા અર્ચિત, વંદિત, માનિત, પૂજિત, સત્કારિત અને સન્માનિત તે સ્વપ્ન પાઠકો પહેલેથી સ્થાપિત પોત-પોતાના ભદ્રાસનો પર બેઠા. સ્વપ્ન પાઠકો દ્વારા સ્વપ્ન ફળ દર્શન:२४ तएणं सेणिए राया जवणियंतरियं धारिणिंदेवि ठवेइ, ठवेत्ता पुप्फ फलपडिपुण्णहत्थे परेणं विणएणं ते सुमिणपाढए एवं वयासी- एवं खलु देवाणुप्पिया! धारिणी देवी अज्ज तंसि तारिसगंसि सयणिज्जंसि जाव महासुमिणं पासित्ता णं पडिबुद्धा । तं एयस्स णं देवाणुप्पिया ! उरालस्स जावसस्सिरीयस्समहासुमिणस्सके मण्णेकल्लाणे फलवित्तिविसेसे भविस्सइ? ભાવાર્થ:- ત્યારપછી શ્રેણિક રાજાએ પડદાની પાછળ ધારિણી દેવીને બેસાડ્યા પછી હાથમાં ફૂલ અને ફળ લઈને અત્યંત વિનયપૂર્વક તે સ્વપ્ન પાઠકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો આજે પૂર્વવર્ણિત ધ્યા