________________
[ ૧૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સત્ર
ભાવાર્થ :- ત્યારપછી (બીજે દિવસે સવારે) જ્યારે રાત્રિ પૂરી થઈ અને પરોઢ થયું કમળો ઉત્પલ, વિકસિત થયા, પ્રભાત પાંડુર–શ્વેત વર્ણવાળું થયું. લાલ અશોકની કાંતિ, કેસુડાનું ફૂલ, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ, બંધુજીવક, કબૂતરના પગ અને નેત્ર, કોયલની અતિલાલ આંખ, જાસુદના ફૂલ, જાજ્વલ્યમાન અગ્નિ, સુવર્ણ કળશ તથા હિંગળોના સમૂહની લાલિમાથી પણ અધિક લાલિમાથી સુશોભિત, એવો સૂર્ય અનુક્રમે ઉદય પામ્યો. ઉદય પામેલા તે સૂર્યના કિરણોના સમૂહથી અંધકારનો નાશ થયો, બાલસુર્યના પ્રકાશરૂપી કંકથી જ્યારે જીવલોક વ્યાપ્ત થયો, નેત્રો દ્વારા જીવલોક સારી રીતે દેખાવા લાગ્યો. સરોવરોમાં રહેલા કમળોના સમૂહને વિકસિત કરનાર, સહસ કિરણોવાળો સૂર્ય જ્યારે તેજથી ઝળહળતો થઈ ગયો ત્યારે રાજા શ્રેણિક શય્યાથી ઊઠ્યા, ઊઠીને
વ્યાયામશાળા સમીપે આવ્યા અને વ્યાયામ શાળામાં પ્રવેશ્યા, પ્રવેશીને અનેક પ્રકારના વ્યાયામયોગઆસન, કૂદવું, અંગોપાંગ મરડવા, મલ્લયુદ્ધ વગેરે કસરત કરીને તેઓ શ્રાંત, પરિશ્રાંત થઇ ગયા અર્થાત્ અત્યંત થાકી ગયા. ત્યારે તેઓએ શતપાક, સહસંપાક વગેરે સર્વોત્તમ સુગંધી તેલ દ્વારા સપ્તધાતુને સમ કરતું હોવાથી પ્રીતિકારક, શરીરબળ વધારનારું તથા દર્પનીય- જઠરાગ્નિને દિપ્ત કરનારું કામવર્ધક, બંહણીય બળની વૃદ્ધિ કરનારું, ફૂર્તિ કરનારું, સર્વ ઈદ્રિયો અને શરીરને આહ્માદિત કરનારું માલિશ કરાવ્યું.
ત્યારપછી તેલયુક્ત તે શરીરનું, પરિપૂર્ણ હાથ-પગવાળા, કોમળ હથેળીવાળા, છેક–માલિશ કરવાની કળામાં કુશળ અને અવસરને જાણનારા, બળવાન, કુશળ, મેધાવી, નિપુણ, નિપુણ શિલ્પી-મર્દનના સૂક્ષ્મ રહસ્યના જાણકાર, પરિશ્રમને જીતનારા, અભંગન (માલિશ), મર્દન(શરીર દબાવવું), ઉદ્વર્તન(પીઠી આદિ લગાવી શરીરની ચીકાશ દૂર કરવા)ના ગુણોથી યુક્ત પુરુષો પાસે, હાડકાને સુખદાયી, માંસને સુખદાયી, ત્વચાને સુખદાયી તથા રોમરાયને સુખદાયી, આ ચાર પ્રકારની માલિશ વિધિ દ્વારા માલિશ મર્દન કરવાથી શ્રમ દૂર થતાં શ્રેણિક રાજા વ્યાયામ શાળામાંથી બહાર નીકળ્યા, બહાર નીકળીને
સ્નાન ઘર સમીપે આવ્યા અને સ્નાનઘરમાં પ્રવેશ્યા. સ્નાનઘરમાં પ્રવેશીને મોતીઓથી સજાવેલા ઝરૂખાથી અતિસુંદર, અનેકવિધ મણિ-રત્નોથી જડેલા ભૂમિતલથી રમણીય એવા સ્નાનમંડપમાં કલાત્મક રીતે જડેલા, મણિરત્નોથી સુશોભિત સ્નાનપીઠ બાજોઠ ઉપર સુખપૂર્વક બેસીને, ન અતિ ગરમ, ન અતિ ઠંડા એવા સુખપ્રદ જળથી, પુષ્પ મિશ્રિત જળથી, ચંદનાદિ મિશ્રિત સુગંધી જળથી, શુદ્ધોદકથી કલ્યાણકારી ઉત્તમ સ્નાન વિધિથી રાજાએ સ્નાન કર્યું.
સ્નાન કરતાં વિવિધ રીતે સેંકડો કલ્યાણકારી સ્નાન સંબંધી ક્રીડાઓથી સ્નાનવિધિ પૂરી થઈ ગયા પછી રૂંછડાંવાળા સુકોમળ, સુગંધિત, લાલ રંગના ટુવાલથી અંગ લૂછીને અખંડિત, મૂલ્યવાન, શ્રેષ્ઠ, ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા. ત્યારપછી સરસ, સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો; પવિત્ર માળા ધારણ કરી; કેશર વગેરે સુગંધિત દ્રવ્યો(પરફયુમ) છાંટયાં, મણિ જડેલા સોનાના આભૂષણો ધારણ કર્યા; યથાસ્થાને અઢારસરો હાર, નવસરોહાર અને ત્રણસરોહાર તથા કટિસૂત્ર-કંદોરો ધારણ કરવાથી સુશોભિત અને કિંઠમાં કંઠાભરણ, આંગળીઓમાં મુદ્રિકાઓ, મસ્તકમાં કેશાભરણ ધારણ કરવાથી અતિ સુશોભિત દેખાવા લાગ્યા. વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત કંકણ, ત્રુટિત–તોડા, બાજુબંધથી તેઓ ખંભિત ભુજાવાળા થયા. સુંદર કુંડળોથી ઉદ્યોતિત મુખમંડળવાળા, મુગટથી ચમકતા મુખમંડળવાળા, હારોથી આચ્છાદિત, સુંદર વક્ષ:સ્થળવાળા; લાંબા લહેરાતા ઉત્તરીય વસ્ત્ર ધારણ કરનારા, સુવર્ણની મુદ્રિકાઓથી સુવર્ણમયી દેખાતી આંગળીઓવાળા તે રાજાએ સુયોગ્ય શિલ્પીઓ દ્વારા અનેક પ્રકારના મણિસુવર્ણથી બનાવાયેલા