________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
जावणियगवयणमइवयंतं गयं सुमिणे पासित्ता णं पडिबुद्धा - तं एयस्स णं देवाणुप्पिया ! उरालस्स जाव सुमिणस्स के मण्णे कल्लाणे फलवित्तिविसेसे भविस्सइ ? ભાવાર્થ :- ત્યાર પછી ધારિણીદેવી આ પ્રકારના પ્રધાન, કલ્યાણકારી, શિવકારી(સુખ-શાંતિકારી), ધન્યકારી, મંગલકારી, સશ્રીકારી, મહાસ્વપ્નને જોઈને જાગૃત થઈ. તે હર્ષિત અને સંતુષ્ટ બની ગઈ, તેનું ચિત્ત આનંદિત બની ગયું, તેણીના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, મનમાં પરમ પ્રસન્નતા છવાઈ ગઈ, હર્ષોલ્લાસથી પ્રફુલ્લિત હૃદયવાળી થઈ ગઈ. મેઘની જલધારાથી આહત કદંબના પુષ્પની જેમ તે રોમાંચિત થઈ ગઈ. તેણીએ સ્વપ્નનો વિચાર કર્યો, વિચાર કરીને શય્યામાંથી ઊઠી, બાજોઠ ઉપર પગ મૂકીને નીચે ઉતરી. નીચે ઉતરીને માનસિક ઉતાવળથી રહિત, શારીરિક ચંચળતાથી રહિત, સ્ખલનાથી રહિત, વિલંબ રહિત, રાજહંસ જેવી ગતિથી શ્રેણિક રાજા સમીપે આવી, આવીને શ્રેણિક રાજાને ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર, કલ્યાણકારી, શિવકારી, ધન્યકારી, મંગલકારી, સશ્રીકારી, હૃદયને પ્રિયકારી, હૃદયને આહ્લાદકારી, પરિમિત મધુર સ્વરથી મીઠી, રિભિત–સ્વરની ઘોષણાવાળી, ગંભીર સ્વરવાળી, ગુણરૂપ લક્ષ્મીથી યુક્ત વાણી વડે શ્રેણિક રાજાને જગાડ્યા, જગાડીને તેમની અનુમતિ મેળવીને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી ચિત્રિત ભદ્રાસન ઉપર તે બેઠી. ચાલવાનો થાક ઉતારીને, ક્ષોભરહિત થઈને, સુખદ અને શ્રેષ્ઠ આસનને પ્રાપ્ત કરીને તેણીએ બંને હાથ અંજલીબદ્ધ કર્યા, અંજલીબદ્ધ હસ્ત વડે મસ્તકે આવર્તન કરીને હસ્તાંજલીને મસ્તક ઉપર સ્થાપીને શ્રેણિક રાજાને આ પ્રમાણે કહ્યું–
૧૨
હે દેવાનુપ્રિય ! આજે હું તથા પ્રકારની(પૂર્વોક્ત શરીર પ્રમાણ આદિ વિશેષણયુક્ત ગાદલાવાળી) શય્યા પર સૂતી હતી, ત્યારે યાવત્ મુખમાં પ્રવેશ કરતા હાથીને સ્વપ્નમાં જોઈને હું જાગૃત થઈ છું. હે દેવાનુપ્રિય ! તે ઉદાર યાવત્ સ્વપ્નનું વિશેષ કલ્યાણકારી ફલ શું હશે ?
શ્રેણિક રાજા દ્વારા સ્વપ્નની પ્રશંસા ઃ
१४ त णं सेणि राया धारिणीए देवीए अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियए धाराहयणीवसुरभिकुसुम-चुंचुमालइयतणू ऊससियरोमकूवे तं सुमिणं ओगिण्हइ, ओगिण्हित्ता ईहं पविसइ, पविसित्ता अप्पणो साभाविएणं मइपुव्वएणं बुद्धिविण्णाणेणं तस्स सुमिणस्स अत्थोग्गहं करेइ, करित्ता धारिणि देवि ताहिं जाव हिययपल्हायणिज्जाहिं मिय-महुररिभिय-गंभीर-सस्सिरियाहिं वग्गूहिं अणुवूहमाणे अणुवूहमाणे एवं वयासीભાવાર્થ:- ત્યાર પછી શ્રેણિક રાજા, ધારિણી દેવી પાસેથી આ વાત સાંભળીને તથા હૃદયમાં ધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થયા અને મેઘધારાઓથી આહત કદંબવૃક્ષના સુગંધિત ફૂલની સમાન તે અતિ આનંદિત(પ્રસન્નવદનવાળા) અને રોમાંચિત શરીરવાળા થયા. તેણે સ્વપ્નનું અવગ્રહણ કર્યું અર્થાત્ સામાન્યરૂપથી વિચાર કર્યો, અવગ્રહણ કરીને વિશેષ અર્થ વિચારણારૂપ ઈહામાં પ્રવેશ કર્યો, ઈહામાં પ્રવેશ કરીને સ્વાભાવિક મતિપૂર્વકની બુદ્ધિ વિજ્ઞાનથી અર્થાત્ ઔત્પાતિક આદિ બુદ્ધિથી સ્વપ્નના ફલનો નિશ્ચય કર્યો અને ધારિણી દેવીના હૃદયમાં આહ્લાદ ઉત્પન્ન કરનારી, મૃદુ, મધુર, રિભિત, ગંભીર અને સશ્રીક વાણીથી પ્રશંસા કરતાં કરતાં આ પ્રમાણે કહ્યું–
| १५ उराले णं तु देवाणुप्पिए ! सुमिणे दिट्ठे । कल्लाणे णं तुमे देवाणुप्पिए ! सुमिणे
-