________________
૪૯૨
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નવમો વર્ગ
અધ્યયન - ૧ થી ૮
‘પદ્મા' આદિ આઠ અગમહિષીઓ - | १ णवमस्स उक्खेवओ । एवं खलु जंबू ! जाव अट्ठ अज्झयणा पण्णत्ता, तंजहाપ૩ના, સિવા, સર્ફ, , રોહિ, પવનયા, અવતા, ગચ્છા ! ભાવાર્થ - નવમા વર્ગનો પ્રારંભ કહેવો. હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ નવમા વર્ગના આઠ અધ્યયન કહ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) પડ્યા (૨) શિવા (૩) સતી (૪) અંજુ (૫) રોહિણી (૬) નવમિકા (૭) અચલા અને (૮) અપ્સરા.
२ पढमज्झयणस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जाव परिसा पज्जुवासइ । तेणं कालेणं तेणं समएणं पउमावई देवी सोहम्मे कप्पे पउमवडेंसए विमाणे सभाए सुहम्माए, पउमंसि सीहासणंसि, जहा कालीए । एवं अट्ठवि अज्झयणा काली-गमएणंणायव्वा,णवरं-सावत्थीएदोजणीओ, हत्थिणाउरे दोजणीओ, कंपिल्लपुरे दोजणीओ, साएए दो जणीओ, पउमे पियरो, विजया मायराओ । सव्वाओ वि पासस्स अंतिए पव्वइयाओ । सक्कस्स अग्गमहिसीओ। ठिई सत्तपलिओक्माई । महाविदेहे वासे अंतं काहिति। ભાવાર્થ:- પ્રથમ અધ્યયનનો પ્રારંભ કહેવો. હે જંબુ! તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા યાવત જનસમૂહ તેમની પપાસના કરવા લાગ્યો. તે કાલે અને તે સમયે પદ્માવતી દેવી સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં, પા નામના સિંહાસન પર બેઠી હતી. શેષ વત્તાંત કાલીદેવીની સમાન જાણવો જોઈએ. કાલીદેવીના પાઠની જેમ આઠે અધ્યયનો સમજી લેવા જોઈએ. વિશેષતા એ છે કે પૂર્વભવમાં આ આઠમાંથી–બે શ્રાવસ્તીમાં, બે હસ્તિનાપુરમાં, બે કાંડિલ્યપુરમાં અને બે સાકેત નગરમાં રહેતી હતી. બધાના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. તે સર્વ અરિહંત પાર્શ્વનાથની પાસે દીક્ષિત થઈ હતી. આયુષ્ય પૂર્ણ કરી સર્વે શક્રેન્દ્રની અગ્રમહિષીઓ થઈ. ત્યાં તેઓની સાત પલ્યોપમની સ્થિતિ છે. શકેંદ્રની આઠે અગ્રમહિષીઓ મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને, સંયમનું પાલન કરીને, સમસ્ત દુઃખોનો અંત કરીને મુક્તિ પ્રાપ્ત કરશે.
' જ અધ્યયન ૧ થી ૮ સંપૂર્ણ .
|
| નવમો વર્ગ સંપૂર્ણ
1