________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
જઈને તેણે પોતે જ આભૂષણ, માળા અને અલંકાર ઉતાર્યા, સ્વયં પોતાના હાથે જ લોચ કર્યો. ત્યાર પછી પુરુષાદાનીય પાર્શ્વ અરિહંત પાસે આવીને તેણીએ પાર્શ્વ અરિહંતને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન્ ! આ લોક જન્મ-મરણ આદિના સંતાપથી બળી રહ્યો છે.(ભગવતી સૂત્ર વર્ણિત) દેવાનંદાની જેમ કહ્યું યાવત્ હે ભગવન્ ! આપ પોતે જ મને દીક્ષા પ્રદાન કરો.
२० णं पा रहा पुरिसादाणीए कालिं सयमेव जाव पुप्फचूलाए अज्जाए सिस्सिणियत्ताए दलयइ ।
૪૭૬
तणं सा पुप्फचूला अज्जा कालिं कुमारिं सयमेव पव्वावेइ जाव उवसंपज्जित्ता णं विहरइ । तए णं सा काली अज्जा जाया - ईरियासमिया जावगुत्तबंभयारिणी । तए णं सा काली अज्जा पुप्फचूला अज्जाए अंतिए सामाइय माइयाई एक्कारस अंगाई अहिज्जइ, बहूणि चत्थ जाव विहरइ ।
ભાવાર્થ:- ત્યાર પછી પુરુષાદાનીય પાર્શ્વ અરિહંતે પોતે જ કાલી કુમારીને દીક્ષા આપી અને આર્યા પુષ્પચૂલાને શિષ્યાના રૂપમાં પ્રદાન કરી.
ત્યારે પુષ્પચૂલા આર્યાએ કાલી કુમારીને પોતે જ દીક્ષિત કર્યા અર્થાત્ કાલીકુમારીનો શિષ્યારૂપે સ્વીકાર કરીતેને સંયમભાવોમાં શિક્ષીત કર્યા યાવત્ તે કાલી પ્રવ્રજ્યા સ્વીકારીને વિચરવા લાગી. ત્યાર પછી તે કાલી આર્યા બની ગઈ. તે ઈર્યા સમિતિથી યુક્ત યાવત્ ગુપ્ત બ્રહ્મચારિણી બની ગઈ. ત્યાર પછી તે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યાની પાસે સામાયિકથી લઈને અગિયાર અંગોનું અધ્યયન કર્યું તથા ઘણા ચતુર્થ ભક્ત–ઉપવાસ આદિ તપશ્ચર્યાથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
२१ त णं सा काली अज्जा अण्णया कयाइं सरीरबाउसिया जाया यावि होत्था । अभिक्खणं-अभिक्खणं हत्थे धोवइ, पाए धोवइ, सीसं धोवइ, मुहं धोवइ, थणंतराई धोवइ, कक्खंतराणि धोवइ, गुज्झतराणि धोवइ, जत्थ जत्थ वि य णं ठाणं वा सेज्जं वा णिसीहियं वा चेएइ, तं पुव्वामेव अब्भुक्खेत्ता तओ पच्छा आसयइ वा सयइ वा । ભાવાર્થ:- ત્યાર પછી કોઈ એક સમયે કાલી આર્યા શરીર બકુશા(શરીરને સંસ્કારિત કરવાના સ્વભાવવાળી) શરીરાસકત બની ગઈ. તે વારંવાર હાથ-પગ ધોવા લાગી; માથું, મોઢું, સ્તનોની વચ્ચેનો ભાગ; બગલની મધ્યનો ભાગ અને ગુહ્યભાગ(ગુપ્તાંગ) વારંવાર ધોવા લાગી. તે જે જે સ્થાનોમાં કાયોત્સર્ગ કરવા ઊભી રહેતી, સૂતી કે સ્વાધ્યાય માટે બેસતી, તે તે સ્થાનોપર પહેલા પાણી છાંટતી અને પછી જ ત્યાં બેસતી કે સૂતી. २२ तए णं सा पुप्फचूला अज्जा कालिं अज्जं एवं वयासी- णो खलु कप्प देवाप्पिया ! समणीणं णिग्गंथीणं सरीरबाउसियाणं होत्तए । तुमं च णं देवाणुप्पिए । सरीरबाउसिया जाया अभिक्खणं अभिक्खणं हत्थे धोवसि जाव आसयासि वा सयासि वा । तं तुमं देवाणुप्पिया ! एयस्स ठाणस्स आलोएहि जाव पायच्छित्तं पडिवज्जाहि । ભાવાર્થ:- ત્યારે પુષ્પચૂલા આર્યાએ તે કાલી આર્યાને કહ્યું– હે દેવાનુપ્રિયે ! શ્રમણી નિગ્રંથીઓને શરીર બકુશા થવું કલ્પતું નથી. હે દેવાનુપ્રિયે ! તમે શરીર બકુશા બની ગયા છો, તમે વારંવાર હાથ ધોવો છો
કે