________________
બીજો શ્રુતસ્કંધ: પ્રથમ વર્ગ(અ-૧ થી ૫)
૪૭૧ ]
ભાવાર્થ - તે કાલીદેવી આ સંપૂર્ણ જંબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જોતી હતી. તેણે જંબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં, યથા પ્રતિરૂપ-સાધુને યોગ્ય સ્થાનની યાચના કરીને, સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતા શ્રમણ ભગવાન મહાવીરને જોયા. જોઈને તે હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેનું ચિત્ત આનંદિત અને મન પ્રીતિયુક્ત થઈ ગયું. ઉલ્લસિત હૃદયે તે સિંહાસન ઉપરથી ઊઠીને, પાદપીઠથી નીચે ઊતરીને, પાદુકા ઉતારીને પછી તીર્થકર ભગવાન જે દિશામાં બિરાજમાન હતા તે દિશામાં સાત-આઠ ડગલા આગળ જઈને ડાબા ગોઠણને ઊભો રાખીને અને જમણા ઘૂંટણને પૃથ્વી પરટેકવીને, મસ્તકને ત્રણવાર પૃથ્વી ઉપર લગાડીને, પછી મસ્તક ઝૂકાવીને, કડા અને બાજુબંધથી ચંભિત ભુજાઓને ભેગી કરી, હાથ જોડીને તેણે આ પ્રમાણે કહ્યું
સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા અરિહંત (સિદ્ધ) ભગવંતોને મારા નમસ્કાર હો. સિદ્ધિને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર હો. અહીં અમરચંચામાં રહેલી હું, ત્યાં રાજગૃહમાં સ્થિત ભગવાનને વંદના કરું છું. ત્યાં સ્થિત શ્રમણ ભગવાન મહાવીર, અહીં રહેલી મને જુએ; આ પ્રમાણે કહીને વદન-નમસ્કાર કરીને પૂર્વદિશાભિમુખ પોતાના શ્રેષ્ઠ સિંહાસન પર બેઠી.
८ तए णं तीसे कालीए देवीए इमेयारूवे जाव समुप्पज्जित्था- सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता जावपज्जुवासित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता आभिओगिए देवे सदावेइ, सदावित्ता एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे विहरइ एवं जहा सूरियाभो तहेव आणत्तियं देइ जाव दिव्वं सुरवराभिगमण-जोग्गं जाणविमाणं करेह करित्ता जाव पच्चप्पिणह । ते वि तहेव करित्ता जाव पच्चप्पिणति । णवरं-जोयणसहस्सविच्छिण्णं जाणविमाणं । सेसं तहेव । तहेव णामगोयं साहेइ, तहेव णट्टविहिं उवदंसेइ जाव पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી કાલીદેવીને આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન થયો– શ્રમણ ભગવાન મહાવીરને વંદના કરીને યાવતુ તેની પર્યાપાસના કરવી, મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રકારનો વિચાર કરીને તેણીએ સૂર્યાભદેવની જેમ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. હું તેમના દર્શન કરવા જવા ઇચ્છું છું. તમે દિવ્ય, શ્રેષ્ઠ, દેવોના ગમન યોગ્ય એક વિમાન તૈયાર કરો યાવતુ સેવક દેવોએ વિમાન તૈયાર કરીને તેની જાણ કરી. સૂર્યાભદેવનું વિમાન એક લાખ યોજનના વિસ્તારવાળું હતું જ્યારે આ વિમાન એક હજાર યોજનના વિસ્તારવાળું હતું. તેટલી વિશેષતા જાણવી. શેષ સર્વ વર્ણન સૂર્યાભ દેવના વર્ણનની જેમ જ જાણવું જોઈએ. સૂર્યાભ દેવની જેમ જ ભગવાનની પાસે જઈને તેણે પોતાના નામગોત્ર કહ્યા, તે પ્રમાણે નાટક બતાવ્યા અને પછી વંદના-નમસ્કાર કરીને(કાલી દેવી) પાછી ફરી. |९ भंते त्ति ! भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- कालीएणं भंते ! देवीए सा दिव्वा देविड्डी जावकहिं गया ? कूडागारसाला-दिटुंतो। ભાવાર્થ:- હે ભગવન! આ પ્રમાણે સંબોધન કરીને ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું- હે ભગવન્! કાલીદેવીની દિવ્ય ઋદ્ધિ વગેરે ક્યાં અદશ્ય થઈ ગઈ? પ્રભુએ ઉત્તરમાં કૂટાગારશાળાનું દષ્ટાંત કહ્યું અર્થાત્ શિખરના આકારવાળી શાળાની આસપાસ