________________
४८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
દ્વિતીય શ્રુતસ્કંધ: ધર્મકથા
પ્રથમવર્ગ: અધ્યયન ૧ થી ૫
દસવર્ગોનું પરિચયઃ| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे नामंणयरे होत्था, वण्णओ । तस्सणं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरच्छिमे दिसीभाए, एत्थणं गुणसीलए णाम चेइए होत्था, वण्णओ। ભાવાર્થ - તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે રાજગૃહની બહાર ઈશાન કોણમાં ગુણશીલ નામનું ઉદ્યાન હતું. નગર અને ઉદ્યાનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. | २ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्जसुहम्मा णाम थेरा भगवंतो जाइसंपण्णा, कुलसंपण्णा जावचउद्दसपुव्वी, चठणाणोवगया, पंचहिं अणगारसएहिं सद्धिं संपरिवुडा पुव्वाणुपुव्विं चरमाणा गामाणुगामंदूइज्जमाणा सुहंसुहेणं विहरमाणा जेणेव रायगिहे णयरे जेणेव गुणसीलए चेइए जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरइ।
परिसा णिग्गया । धम्मो कहिओ। परिसा जामेव दिसंपाउब्भूया तामेव दिसिंपडिगया। ભાવાર્થ-તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધર્મા નામના સ્થવિર ભગવંત હતા. તેઓ જાતિસંપન્ન, કુલસંપન્ન થાવત ચૌદપૂર્વેના જ્ઞાતા અને ચાર જ્ઞાનથી યુક્ત હતા. તેઓ પાંચસો અણગારોથી પરિવૃત્ત થઈને અનુક્રમથી ચાલતાં, ગામેગામ વિચરતાં અને સુખપૂર્વક વિહાર કરતાં રાજગૃહ નગરના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા અને સંયમ તથા તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
સુધર્મા સ્વામીને વંદના કરવા માટે પરિષદ નીકળી. સુધર્મા સ્વામીએ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પરિષદ પાછી ચાલી ગઈ. | ३ तेणं कालेणं तेणं समएणं अज्जसुहम्मस्स अणगारस्स अंतेवासी अज्जजंबू णामं अणगारे जावपज्जुवासमाणे एवं वयासी-जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं छट्ठस्स अंगस्स पढमस्स सुयक्खंधस्स णायाणं अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते! सुयक्खंधस्स धम्मकहाणं समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं के अटे पण्णत्ते?
एवं खलुजंबू !समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणंधम्मकहाणंदस वग्गा पण्णत्ता तंजहा- चमरस्सअग्गमहिसीणंपढमेवग्गे। बलिस्स वइरोयणिदस्सवइरोयणरण्णो अग्गमहिसीणं बीए वग्गे। असुरिंदवज्जियाणंदाहिणिल्लाणंभवणवासीणंइंदाणं अग्गमहिसीणं तइए वग्गे। उत्तरिल्लाणं असुरिंदवज्जियाणं भवणवासिणं इंदाणं अग्गमहिसीणं चउत्थे वग्गे।