________________
| २८८
શ્રી શાતાધર્મકથા સૂત્ર
નિવેદન કર્યું કે હું જિતશત્રુ રાજાની આજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરીશ. ત્યારે સ્થવિર મુનિએ કહ્યું- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો. २६ तए णं सुबुद्धी अमच्चे जेणेव जियसत्तु राया तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- एवं खलु सामी ! मए थेराणं अंतिए धम्मे णिसंते, से वि य धम्मे इच्छिए, पडिच्छिए, इच्छियपडिच्छिए; तए णं अहं सामी ! संसारभक्उव्विग्गे, भीए जम्ममरणाणं, इच्छामि णं तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वत्तए ।
तए णं जियसत्तु राया सुबुद्धिं अमच्चं एवं वयासी- अच्छासु ताव देवाणुप्पिया ! कइवयाई वासाइं उरलाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणा तओ पच्छा एगयओ थेराणं अंतिए मुंडे भवित्ता णं जाव पव्वइस्सामो । ભાવાર્થ - ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાન જિતશત્રુ રાજા પાસે આવ્યા અને આ પ્રમાણે કહ્યું, હે સ્વામિન્! મેં સ્થવિર મુનિઓ પાસેથી ધર્મોપદેશનું શ્રવણ કર્યું, તે ધર્મ મને ઇચ્છિત અને બહુ ઇચ્છિત તેમજ હૃદયમાં પૂરેપૂરો ઉત્તરી ગયો છે. તેથી હે સ્વામિનું! હું સંસારથી ઉદ્વિગ્ન બન્યો છું અને જરા-મરણથી ભયભીત થયો છું. હું આપની આજ્ઞા મેળવીને સ્થવિરો પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરવા ઇચ્છું છું.
ત્યારે જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાનને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! હમણાં થોડા વર્ષો રોકાઈ જાઓ, મનુષ્ય સંબંધી સુખો ભોગવીને પછી આપણે બન્ને સાથે સ્થવિર મુનિઓની પાસે મુંડિત થઈને થાવત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરીશું. रास-प्रधाननीीक्षा, भोक्ष गमन :२७ तए णं सुबुद्धि अमच्चे जियसत्तुस्स रण्णो एयमटुं पडिसुणेइ । तए णं तस्स जियसत्तुस्स रण्णो सुबुद्धिणा सद्धिं विउलाई माणुस्स जाव पच्चणुब्भवमाणस्स दुवालस वासाई वीइक्कंताई।
तेणं कालेणं तेणं समएणं थेरागमणं । तए णं जियसत्तु राया धम्म सोच्चा एवं जं णवरं देवाणुप्पिया ! सुबुद्धिं आमंतेमि, जेट्टपुत्तं रज्जे ठवेमि, तए णं तुब्भं अंतिए जाव पव्वयामि। अहासुहं देवाणुप्पिया ।
तए णं जियसत्तु राया जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सुबुद्धिं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- एवं खलु मए थेराणं जाव पव्वज्जामि, तुमं णं किं करेसि? तए णं सुबुद्धी जियसत्तुं एवं वयासी-जावके अण्णे आहारे वा जावपव्वयामि। ભાવાર્થ - ત્યારે સુબુદ્ધિ પ્રધાને જિતશત્રુ રાજાની વાતનો સ્વીકાર કર્યો. ત્યાર પછી સુબુદ્ધિ પ્રધાન તથા જિતશત્રુ રાજાને મનુષ્ય સંબંધી સુખ ભોગવતાં બાર વર્ષ વ્યતીત થઈ ગયા.
તે કાલે અને તે સમયે સ્થવિર મુનિઓનું પુનઃ આગમન થયું. ત્યારે જિતશત્રુ રાજા ધર્મોપદેશ સાંભળીને પ્રતિબોધ પામ્યા. તેમણે સ્થવિરોને નિવેદન કર્યું– હે દેવાનુપ્રિય! હું સુબુદ્ધિ પ્રધાનને દીક્ષા માટે