________________
અધ્ય–૧૨ : ઉદક
[ ૨૯૭ ]
પાસે લાવ્યા.
ત્યારે જિતશત્રુ રાજાએ તે ઉદકરત્નને હથેળીમાં લઈને ચાખ્યું. ચાખ્યા પછી રાજાને શ્રદ્ધા થઈ કે ખાઈનું આ પાણી પીવા યોગ્ય થઈ ગયું છે વાવતુ બધી ઇન્દ્રિયોને અને શરીરને આનંદ આપનારું થઈ ગયું છે, તેવી શ્રદ્ધા થતાં તેમણે સુબુદ્ધિ પ્રધાનને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે સુબુદ્ધિ ! તમે સસ્વરૂપી, તથ્ય સ્વરૂપી યાવત્ સભૂત પદાર્થ ક્યાંથી જાણ્યા?
ત્યારે સુબુદ્ધિએ જિતશત્રુને કહ્યું- હે સ્વામિન્ ! મેં આ સત્ યાવત્ સદ્ભત ભાવો જિનેશ્વરના વચનોથી જાણ્યા છે.
२२ तए णं जियसत्तु सुबुद्धिं एवं वयासी- इच्छामि णं देवाणुप्पिया ! तव अंतिए जिणवयणं णिसामेत्तए । तए णं सबद्धी जियसत्तस्स विचित्तं केवलिपण्णत्तं चाउज्जामं धम्मं परिकहेइ, तमाइक्खइ, जहा जीवा बज्झंति जावपंच अणुव्वयाई । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિને કહ્યું- હે દેવાનુપ્રિય! હું તારી પાસેથી જિન પ્રરૂપિત વચનો સાંભળવાની ઇચ્છા કરું છું. ત્યારે સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને કેવળી ભાષિત ચાતુર્યામરૂપ ધર્મ સમજાવ્યો. જે રીતે જીવ કર્મબંધ કરે છે અને જે રીતે જીવ કર્મોથી મુક્ત થાય છે, તે વાત સમજાવી થાવત્ પાંચ અણુવ્રતાદિરૂપ શ્રાવક ધર્મનું કથન કર્યું. २३ तए णं जियसत्तु सुबुद्धिस्स अंतिए धम्म सोच्चा णिसम्म हद्वतुट्ठ सुबुद्धिं अमच्चं एवं वयासी- सद्दहामिणं देवाणुप्पिया !णिग्गंथं पावयणं जावसे जहेयं तुब्भे वयह । तं इच्छामि णं तव अंतिए पंचाणुवइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म उवसंपज्जित्ता णं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુ રાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસેથી ધર્મ સાંભળીને તથા મનમાં ધારણ કરીને, હર્ષિત અને સંતુષ્ટ થઈને સુબુદ્ધિ પ્રધાનને કહ્યું- હે દેવાનુપ્રિય! નિગ્રંથ પ્રવચન સત્ય છે. જેમ તમે કહો છો તે જ પ્રમાણે છે. હું તમારી પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત, તેમ શ્રાવકના બાર વ્રતરૂપ ગૃહસ્થધર્મને ધારણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ કરો નહીં. २४ तए णं से जियसत्तु राया सुबुद्धिस्स अमच्चस्स अंतिए पंचाणुवइयं जावगिहिधम्म पडिवज्जइ । तए णं जियसत्तु समणोवासए जाए अभिगयजीवाजीवे जावपडिलाभेमाणे विहरइ। ભાવાર્થ - ત્યાર પછી જિતશત્રુરાજાએ સુબુદ્ધિ પ્રધાન પાસેથી પાંચ અણુવ્રત વગેરે બારવ્રતરૂપ ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. આ રીતે જિતશત્રુ રાજા શ્રાવક થઈ ગયા. જીવ-અજીવના જ્ઞાતા થઈ ગયા. २५ तेणं कालेणं तेणं समएणं थेरागमणं जियसत्तु राया सुबुद्धी याणिग्गच्छइ । सुबुद्धी धम्म सोच्चा जंणवर जियसत्तुं आपुच्छामि जाव पव्वयामि । अहासुहं देवाणुप्पिया । ભાવાર્થ:- તે કાલે તે સમયે અર્થાત જિતશત્રુ રાજા શ્રાવક બન્યા ત્યાર પછી કોઈ એક સમયે સ્થવિર મુનિ પધાર્યા. જિતશત્રુ રાજા અને સુબુદ્ધિ તેને વંદન કરવા માટે ગયા. સુબુદ્ધિ પ્રધાને ધર્મોપદેશ સાંભળીને