________________
| અધ્ય–૮: મલ્લી
૧૯૩]
अम्मापियरो सरिसियाणं कमलसिरिपामोक्खाणं पंचण्हं रायवरकण्णासयाणं एगदिवसेणं पाणिं गेण्हावेति । पंच पासायसया पंचसओ दाओ जाव विहरइ । ભાવાર્થ:- એક સમયે તે ધારિણી દેવી સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થયા યાવતુ યથાસમયે મહાબલ નામના પુત્રને જન્મ આપ્યો. સમય જતાં તે મહાબલકુમાર બાલ્યાવસ્થાને પાર કરી યુવાવસ્થાને પ્રાપ્ત થયા.
ત્યાર પછી માતા-પિતાએ સમાન રૂપ અને વયવાળી કમલશ્રી આદિ પાંચસો શ્રેષ્ઠ રાજકન્યાઓની સાથે એક જ દિવસમાં મહાબલ કુમારનું પાણિગ્રહણ કરાવ્યું. અનેક પ્રકારની પાંચસો-પાંચસો વસ્તુઓ તેમજ પાંચસો મહેલ બંધાવી પ્રીતિદાનરૂપે આપ્યા યાવત્ મહાબલકુમાર સુખપૂર્વક રહેવા લાગ્યા. | ५ तेणं कालेणं तेणं समएणं इंदकुंभे उज्जाणे, थेरा समोसढा, परिसा णिग्गया । बलो विराया णिग्गओ । धम्मं सोच्चा णिसम्म हट्ठतुढे जावमहब्बलं कुमारं रज्जे ठावेमि जाव पव्वइओ जाव एक्कारसअंगवी । बहूणि वासाणि सामण्णपरियायं पाउणित्ता जेणेव चारुपव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता मासिएणं भत्तेणं सिद्धे । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે સ્થવિર મુનિરાજ ઇન્દ્રકુંભ નામના ઉધાનમાં પધાર્યા. લોકો સ્થવિર મુનિરાજોના દર્શન કરવા માટે ગયા. બલરાજા પણ ગયા. ધર્મ સાંભળીને રાજા હર્ષિત અને આનંદિત થયા થાવત્ મહાબલકુમારને રાજ્ય સોંપી પછી દીક્ષા લેશું, એવા ભાવ દર્શાવ્યા યાવતું મહાબલકુમારને રાજ્ય પર સ્થાપિત કરીને બલરાજાએ સ્થવિર મુનિઓ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી યાવતુ તે અગિયાર અંગોના જ્ઞાતા થયા, ઘણા વર્ષો સુધી સંયમ પાળીને, ચારુ નામના પર્વત ઉપર એક માસનું અનશન કરી સિદ્ધ થયા. | ६ तए णं सा कमलसिरी अण्णया कयाइ सीहं सुमिणे पासित्ता णं पडिबुद्धा जाव बलभद्दो कुमारो जाओ । जुवराया यावि होत्था । ભાવાર્થ – ત્યાર પછી એક સમયે કમલશ્રી સ્વપ્નમાં સિંહને જોઈને જાગૃત થઈ યાવતુ(યથા સમયે) બલભદ્ર કુમારનો જન્મ થયો. અનુક્રમે તે યુવરાજ થઈ ગયો. મહાબલના છ મિત્રો અને સહ દીક્ષા:|७ तस्स णं महब्बलस्स रण्णो इमे छप्पि य बालवयंसगा रायाणो होत्था, तंजहाअयले धरणे पूरणे वसू वेसमणे अभिचंदे, सहजायया जावसमेच्चा णित्थरियव्वे त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुणेति ।। ભાવાર્થ:- તે મહાબલ રાજાને છ બાલમિત્ર રાજાઓ હતા. તેના નામ આ પ્રમાણે છે– (૧) અચલ (૨) ધરણ (૩) પૂરણ (૪) વસુ (૫) વૈશ્રમણ અને (૬) અભિચંદ્ર. તેઓ સાથે જ જન્મ્યા હતા યાવત તેઓએ સર્વ કાર્ય સાથે રહીને જ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પ્રકારનો વિચાર તથા પરસ્પરની આ વાત તે સર્વ મિત્રોએ માન્ય રાખી હતી. | ८ तेणं कालेणं तेणं समएणं धम्मघोसा थेरा इंदकुंभे उज्जाणे समोसढा । परिसा णिग्गया । महब्बलो वि राया णिग्गओ । महब्बले णं धम्म सोच्चा- जं णवरं छप्पिय