________________
૧૯૨
શ્રી શાતાધર્મકથા સૂત્ર
આઠમું અધ્યયન
મલ્લી
मध्ययन प्रारंभ:| १ जइणं भंते !समणेणं भगवया महावीरेणं सत्तमस्सणायज्झयणस्स अयमद्वे पण्णत्ते, अट्ठमस्स णं भंते ! के अढे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સાતમા જ્ઞાત-અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો આઠમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? મહાવિદેહ ક્ષેત્રની સલિલાવતી વિજય અને બલરાજા:| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे महाविदेहे वासे मंदरस्स पव्वयस्स पच्चत्थिमेणं, णिसढस्स वासहरपव्वयस्स उत्तरेणं, सीतोदाए महाणईए दाहिणेणं, सुहावहस्स वक्खारपव्वयस्स पच्चत्थिमेणं, पच्चत्थिमलवणसमुद्दस्स पुरच्छिमेणं एत्थं णं सलिलावई णामं विजए पण्णत्ते । ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં, મહાવિદેહ નામના ક્ષેત્રમાં, મેરુપર્વતની પશ્ચિમમાં, નિષધ નામના વર્ષધર પર્વતની ઉત્તરમાં, સીતોદા મહાનદીની દક્ષિણમાં, સુખાવહ નામના વક્ષસ્કાર પર્વતની પશ્ચિમમાં અને પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વમાં એક સલિલાવતી નામની વિજય હતી. | ३ तत्थणं सलिलावईविजए वीयसोगा णामंरायहाणी पण्णत्ता- णवजोयण वित्थिण्णा जाव पच्चक्खं देवलोगभूया । तीसे णं वीयसोगाए रायहाणीए उत्तरपुरच्छिमे दिसिभाए एत्थ णं इंदकुंभे णाम उज्जाणे होत्था । तत्थ णं वीयसोगाए रायहाणीए बले णाम राया होत्था । तस्स धारिणीपामोक्खं देविसहस्सं ओरोहे होत्था । ભાવાર્થ:- તે સલિલાવતી વિજયમાં વીતશોકા નામની રાજધાની હતી. તે નવ યોજન પહોળી અને બાર જોજન લાંબી યાવત સાક્ષાત્ દેવલોકની સમાન સુંદર હતી. તે વીતશોકા રાજધાનીની ઉત્તરપૂર્વ દિશામાં એક ઇન્દ્રકુંભ નામનું ઉધાન હતું. તે વીતશોકા રાજધાનીમાં બલ નામના રાજા રહેતા હતા. તેના અંતઃપુરમાં ધારિણી આદિ એક હજાર રાણીઓ હતી. મલ્લી પ્રભુનો પૂર્વભવ: મહાબલઃ|४ तए णं सा धारिणी देवी अण्णया कयाइ सीहं सुमिणे पासित्ता णं पडिबुद्धा जाव महब्बले णामं दारए जाए, उम्मुक्कबालभावे जाव भोगसमत्थे । तए णं तं महब्बलं