________________
અઘ્ય—૧ : મેઘકુમાર
मेहघणसण्णिगासं पुढवि-सिला-पट्टयं पडिलेहित्ता संलेहणा-झूसणाए झूसियस्स भत्तपाणपडियाइक्खियस्स पाओवगयस्स कालं अणवकंखमाणस्सविहरित्तए ।
e
एवं संपेहेइ संपेहित्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव जलते जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे समाणे अभिमु विणएणं पंजलिउडे पज्जुवासइ ।
ભાવાર્થ :- ત્યારપછી તે મેઘ અણગારને રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગરણ કરતા આ પ્રકારનો વિચાર આવ્યો કે–
આ પ્રમાણે હું વિશિષ્ટ તપના કારણે, (પૂર્વોક્ત બધું વર્ણન અહીં સમજવું) યાવત્ ‘ભાષા બોલીશ’ એવા વિચારથી પણ થાકી જાઉં છું, છતાં ય હજુ મારામાં ઉત્થાન–ઉઠવાની શક્તિ કર્મ–કાર્ય કરવાની શક્તિ, બળ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે. તો જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ અને સંવેગ છે અને જ્યાં સુધી મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સુહસ્તિ(ગંધહસ્તિ)ની સમાન વિચરી રહ્યા છે, ત્યાં સુધીમાં અનશન સ્વીકારવું મારા માટે શ્રેયકારી છે, તેથી કાલે, રાત્રિ વ્યતીત થાય અને તેજથી જાજ્વલ્યમાન સૂર્યનો ઉદય થાય ત્યારે હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદના-નમસ્કાર કરીને, તેમની આજ્ઞા લઈને સ્વયં જ પાંચ મહાવ્રત અંગીકાર કરીને, ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથો તથા નિગ્રંથીઓની ક્ષમા યાચના કરીને, તથારૂપના સમર્થ એવા કડાયા સ્થવિર(દઢ સંહનન અને દઢ મનોબળવાળા) સાધુઓની સાથે વિપુલ નામના પર્વત ઉપર ધીમે-ધીમે ચઢીને, સ્વયં જ સઘન મેઘની જેવી કાળી પૃથ્વીશિલા પટ્ટનું પ્રતિલેખન કરીને, સંલેખના સ્વીકારી, આહાર પાણીનો ત્યાગ કરીને, પાદપોપગમન અનશન(સંથારો) ધારણ કરીને, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના વિચરણ કરું
મેઘમુનિ આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય થયો ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર દક્ષિણાવર્તનપૂર્વક વંદન-નમસ્કાર કરીને, ન અતિ નજીક ન અતિ દૂર યોગ્ય સ્થાને રહીને, ભગવાનની સેવા કરતાં, નમસ્કાર કરતાં, પ્રભુની સન્મુખ વિનયથી બન્ને હાથ જોડીને ઉપાસના કરવા લાગ્યા.
| १५३ मेह ! त्ति समणे भगवं महावीरे मेहं अणगारं एवं वयासी- से णूणं तव मेहा ! राओ पुव्क्रत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं इमेणं ओरालेणं जाव जेणेव अहं तेणेव हव्वमागए । से णूणं મેહા ! અકે સમઢે ? હતા અત્યિ । અહાસુદ લેવાનુપિયા ! મા પહિનય રેહ । ભાવાર્થ:- હે મેઘ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીરે મેઘ અણગારને આ પ્રમાણે કહ્યું – હે મેઘ ! રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મ જાગરણ કરતાં તમને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો છે કે– આ ઉદાર વગેરે વિશેષણ યુક્ત તપના કારણે મારું શરીર કૃશ થઈ ગયું છે વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ તદનુસાર તું મારી પાસે આવ્યો છે, હે મેઘ ! શું આ વાત સત્ય છે ? મેઘમુનિએ કહ્યું– હા, ભગવન્! તે સત્ય છે. ત્યારે ભગવાને કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, તેમાં વિલંબ ન કરો.