________________
[૫૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
છેદાયેલી ચંપકલતાની સમાન, મહોત્સવ પૂરો થઇ ગયા પછી ઇન્દ્ર ધ્વજની સમાન તે શોભાહીન દેખાવા લાગી. તેના શરીરના સાંધા ઢીલા પડી ગયા અને તે ભવનની રત્નજડિત ભૂમિ ઉપર ધડામ કરતી પડી ગઈ. ८५ तए णं सा धारिणी देवी ससंभमोवत्तियाए तुरियं कंचणभिंगारमुहविणिग्गयसीयलजलविमलधाराए परिसिंचमाणा णिव्वावियगायलट्ठी उक्खेवयतालविंट-वीयणगजणियवाएणंसफुसिएणं अंतेउस्परिजणेणं आसासिया समाणी मुत्तावलिसण्णिगासपवडंत अंसुधाराहि सिंचमाणी पओहरे, कलुणविमणदीणा रोयमाणी कंदमाणी तिप्पमाणी सोयमाणी विलवमाणी मेहं कुमारं एवं वयासी
तुमं सिणं जाया ! अम्हं एगे पुत्ते इढे कंते पिए मणुण्णे मणामे थेज्जे वेसासिए सम्मए बहुमए अणुमए भंडकरंडगसमाणे रयणे रयणभूए जीविय-उस्सासएहिययाणंद-जणणे उंबरपप्पं वदल्लहे सवणया किमंग पण पासणयाए?णो खल जाया ! अम्हे इच्छामो खणमवि विप्पओगं सहित्तए । तं भुजाहि ताव जाया !विउले माणुस्सए कामभोगे जाव ताव वयंजीवामो । तओ पच्छा अम्हेहिं कालगएहिं परिणयवए वड्डियकुलवंसतंतुकज्जम्मि णिरवेक्खे समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं પતિ
ભાવાર્થ:- ત્યારપછી (બેભાન ધારિણીદેવી પરિવારજનો દ્વારા) અરે ! આ શું થયું તેવા સંભ્રમ–આશ્ચર્ય સાથે શીઘ્રતાથી સુવર્ણની ઝારી દ્વારા ઠંડા, નિર્મલ પાણીના છંટકાવથી; તાડપત્રના પંખાથી, વીંઝણાથી વીંઝાતી તે જલકણ યુક્ત પવનથી તથા અંતઃપુરના પરિજનોના આશ્વાસન- પ્રયત્નથી તે ધારિણીદેવી શુદ્ધિમાં આવી. મોતીઓના હાર જેવી અશ્રુધારાથી પોતાના વક્ષઃસ્થલને સીંચતી, દુઃખી, વિમનસ્ક અને દીન બની રુદન કરતી, આજંદ કરતી, આંસુ ટપકાવતી, શોક કરતી, વિલાપ કરતી તે ધારિણી દેવી મેઘકુમારને આ પ્રમાણે કહેવા લાગી
હે પુત્ર ! તું અમારો એકનો એક દીકરો છે. તું અમને ઇષ્ટ છે, કાન્ત છે, પ્રિય છે, મનોજ્ઞ છે, મનગમતો છે, વૈર્ય અને વિશ્રામનું સ્થાન છે, કાર્ય કરવામાં અમોને અનુકૂળ હોવાથી સંમત(માન્ય) છે, ઘણા કાર્ય કરવામાં બહુમાન્ય છે અને શત્રુનું પણ હિત કરતા હોવાથી અનુમત છે. આભૂષણની પેટીની સમાન (રક્ષણ કરવા યોગ્ય) છે, મનુષ્ય જાતિમાં ઉત્તમ હોવાના કારણે રત્નની જેમ શ્રેષ્ઠ છે. તું સર્વના મનોરથને પૂર્ણ કરતો હોવાથી ચિંતામણિરત્ન સમાન છે, જીવનના ઉચ્છવાસ સમાન છે, અમારા હૃદયમાં આનંદ ઉત્પન્ન કરનાર છે, ઉદુંબરના ફૂલની સમાન તારું નામ શ્રવણ કરવું પણ દુર્લભ છે તો પછી દર્શનની વાત જ શી કરવી? હે પુત્ર! અમે ક્ષણભર પણ તારો વિયોગ સહન કરી શકીએ તેમ નથી. હે પુત્ર! જ્યાં સુધી અમે જીવિત છીએ, ત્યાં સુધી મનુષ્ય સંબંધી વિપુલ કામભોગોને ભોગવ, પછી જ્યારે અમે મૃત્યુ પામીએ અને તું પરિપક્વ ઉંમરનો થઈ જાય, તારી યુવાવસ્થા પૂર્ણ થઈ જાય, કુલવંશ પુત્ર, પૌત્ર આદિથી વંશ વૃદ્ધિનું કાર્ય પૂર્ણ થઈ જાય, જ્યારે સાંસારિક કાર્યથી નિરપેક્ષ બની જાય ત્યારે તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈને, ગૃહસ્થપણાનો ત્યાગ કરીને પ્રવ્રયા અંગીકાર કરજે. ८६ तए णं से मेहे अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरं एवं वयासी- तहेवणं