________________
અધ્ય–૧: મેવકુમાર
| ५१ ।
उवट्ठवेह । तएणं ते कोडुंबिय पुरिसा तह त्ति आणाए विणयं पुडिसुणेति जाव उवर्णेति । ભાવાર્થ :- ત્યારપછી કંચકી પુરુષ પાસેથી આ વાત સાંભળીને, હૃદયમાં ધારણ કરીને, મેઘકુમારે હૃષ્ટ-તુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી ચાર ઘંટાઓ વાળા અશ્વરથને જોડીને ઉપસ્થિત કરો. ત્યારે તે કર્મચારી પુરુષોએ તદત્તિ કહીને મેઘકુમારની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી અને રથ જોડીને લઈ આવ્યા. ७८ तए णं मेहे पहाए जाव सव्वालंकारविभूसिए चाउग्घंटं आसरहं दुरूढे समाणे सकोरंटमल्लदामेणं छत्तेणं धरिज्जमाणेणं महया भङ-चडगर-विंद-परियाल-संपरिवुडे रायगिहस्सणयरस्समझमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणामेव गुणसीलए चेइए तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स छत्ताइछत्तं पडागाइपडागं विज्जाहर, चारणे, जंभए य देवे ओवयमाणे उप्पयमाणे पासइ, पासित्ता चाउग्घंटाओ आसरहाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ । तंजहा
सचित्ताणं दव्वाणं विउसरणयाए । अचित्ताणं दव्वाणं विसरणयाए । ए गसाडियउत्तरासंग-करणेणं । चक्खुप्फासे अंजलिपग्गहेणं । मणसो एगत्तीकरणेणं । जेणामेव समणे भगवं महावीरे तेणामेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणंपयाहिणंकरेइ, करित्ता वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे पंजलिउडे अभिमुहे विणएणं पज्जुवासइ । ભાવાર્થ - ત્યારપછી મેઘકુમાર સ્નાન કરીને યાવત્ સર્વ અલંકારોથી વિભૂષિત થઈને ચાર ઘંટાવાળ અશ્વરથ ઉપર આરૂઢ થયા. કોરંટ વૃક્ષના ફૂલોની માળાવાળા છત્રને ધારણ કર્યું, સુભટોના વિપુલ સમૂહવાળા પરિવારથી ઘેરાયેલા તે મેઘકુમાર રાજગૃહનગરની મધ્યે થઈને નીકળ્યા અને ગુણશીલ ઉદ્યાન સમીપે આવ્યા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના છત્ર પર છત્ર અને પતાકાઓ પર પતાકાઓ વગેરે અતિશયોને તથા વિદ્યાધરો, ચારણમુનિઓ અને જંભક દેવોને આકાશમાંથી નીચે ઉતરતા અને ઉપર જતાં જોઈને ચાર ઘંટાવાળા અશ્વરથથી નીચે ઉતરીને પાંચ પ્રકારના અભિગમ પૂર્વક શ્રમણ ભગવાન મહાવીરની સન્મુખ આવ્યા. તે પાંચ અભિગમ આ પ્રમાણે છે
(१) पुष्य, पान माहिसचित्त द्रव्योनो त्याग, (२) शस्त्र साहिथित्त वस्तुमोनो त्याग, (3) એક શાટિકા(દુપટ્ટા)નું ઉત્તરાસંગ, (૪) ભગવાન દષ્ટિ ગોચર થાય ત્યારથી બંને હાથ જોડવા, (૫) મનને એકાગ્ર કરવું; આ પાંચ અભિગમપૂર્વક શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવીને, શ્રમણ ભગવાન મહાવીરને દક્ષિણ દિશાથી પ્રારંભીને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા અને શ્રમણ ભગવાનની અત્યંત નજીક નહીં તેમ અત્યંત દૂર પણ નહીં, એવા યોગ્ય સ્થાન પર બેસીને ધર્મોપદેશ સાંભળવાની ઇચ્છા સાથે, બે હાથ જોડી સન્મુખ રહીને વિનયપૂર્વક પ્રભુની પર્યપાસના કરવા લાગ્યા.
७९ तए णं समणे भगवं महावीरे मेहकुमारस्स, तीसे य महइमहालियाए परिसाए मज्झगए विचित्तं धम्ममाइक्खइ- जहा जीवा बज्झंति, मुच्चंति, जह य संकिलिस्संति। धम्मकहा भाणियव्वा जाव परिसा पडिगया ।