________________
અધ્ય–૧: મેઘકુમાર
)
[ ૪૧ ]
પવિત્ર થયા, પછી તે મિત્ર, જ્ઞાતિજનો, નિજક, સ્વજન, સંબંધીજન, પરિજન વગેરે તથા ગણનાયક વગેરેનો વિપુલ વસ્ત્ર, ગંધ, માલા અને અલંકારોથી સત્કાર કર્યો, સન્માન કર્યુ; સત્કાર સન્માન કરીને આ પ્રમાણે કહ્યું કે- અમારો આ પુત્ર જ્યારે ગર્ભમાં હતો, ત્યારે માતાને અકાલમેઘ સંબંધી દોહદ થયો હતો. તેથી અમારા આ પુત્રનું નામ મેઘકુમાર રાખીએ છીએ. એ પ્રમાણે કહીને માતા-પિતાએ(બાળકનું) ગુણનિષ્પન્ન નામ મેશકુમાર રાખ્યું. ६३ तएणं से मेहकुमार पंचधाईपरिग्गहिए, तंजहा-खीरधाईए, मंडणधाईए, मज्जणधाईए, कीलावणधाईए, अंकधाईए । अण्णाहिं च बहूहिं खुज्जाहिं चिलाइयाहिं वामणि-वडभि बब्बस्बिउसिजोणियाहिं पल्हवियईसिणिय, धोरुगिणि-लासियलउसियदमिलिसिंहलि आरबिपुलिंदि-पक्कणि बहलिमुरुंडिसबस्पिारसीहिं णाणादेसीहि विदेसपरिमंडियाहिं इंगिय चिंतियपत्थियावियाणियाहिं सदेसनेवत्थगहिय-वेसाहिं निउणकुसलाहिं विणीयाहिं चेडिया- चक्कवाल-वरिसधर-कंचुइज्ज-महत्तरग-वंद-परिक्खित्ते हत्थाओ हत्थं साहरेज्जमाणे, अंकाओ अंकं परिभुज्जमाणे, परिगिज्जमाणे, चालिज्जमाणे, उवलालिज्जमाणे, रम्मंसि मणिकोट्टिम- तलंसि परिगिज्जमाणे परिगिज्जमाणे णिव्वाय-णिव्वाघायंसि गिरिकंदरमल्लीणे व चंपग- पायवे सुहंसुहेणं वड्डइ ।
तए णं तस्स मेहस्स कुमारस्स अम्मापियरो अणुपुव्वेणं नामकरणं च पज्जेमणगं च एवं चंकमणगं च चोलोवणयं च महया-महया इड्डी-सक्कार-समुदएणं करिंसु । ભાવાર્થ - ત્યારપછી (નામ કરણ પછી) પાંચ ધાયમાતાઓ મેઘકુમારનું પાલન-પોષણ કરવા લાગી. તે પાંચ ધાયમાતાઓ આ પ્રમાણે છે– (૧) દૂધ પીવડાવનારી (૨) વસ્ત્રાભૂષણ પહેરાવનારી (૩) સ્નાન કરાવનારી (૪) રમાડનારી (૫) ખોળામાં લેનારી. તે સિવાય અન્ય અનેક દાસીઓ- (૧) કુન્જ(કુબડી) (૨) ચિલાત-કિરાત નામક અનાર્યદેશની (૩) વામન (ઠીંગણી) (૪) વડભી (મોટા પેટવાળી) (૫) બર્બરીબર્બર દેશની (૬) બકુશિકા-બકુશ દેશની (૭) યોનિકા-યોનક દેશની (૮) પલ્હવિક દેશની (૯) ઈશાનિક દેશની (૧૦) ધોરુકિન દેશની (૧૧) લ્હાસક દેશની (૧૨) લકુશ દેશની (૧૩) દ્રવિડ દેશની (૧૪) સિંહલ દેશની (૧૫) અરબ દેશની (૧) પુલિંદ દેશની (૧૭) પકકણ દેશની (૧૮) બાહલ દેશની (૧૯) મુરુન્ડ દેશની (૨૦) શબર દેશની (૨૧) પારસ દેશની. આ પ્રમાણે કુન્જા આદિ ત્રણ શરીરાકૃતિથી સૂચિત દાસીઓ અને ૧૮ દેશની દાસીઓ, વિવિધ દેશોની હોવા છતાં પરદેશને અર્થાત્ રાજગૃહનગરને સુશોભિત કરનારી, ચેષ્ટાઓને, વિચારોને, અભિપ્રાયને જાણનારી, પોતપોતાના દેશના વેશને ધારણ કરનારી, સ્વકાર્યમાં નિપુણ અને કુશળ, વિનયવાન પરદેશી દાસીઓ; ચેટિકા ચક્રવાલ–સ્વદેશી દાસી સમૂહ; અંતઃપુરની રક્ષા માટે નિયુક્ત વર્ષધરો; રાણીવાસમાં રહેતા વૃદ્ધ કંચુકીઓ અને અંતઃપુરના કાર્યની ચિંતા કરનારા મહત્તરકોથી વીંટળાયેલો(તે મેઘકુમાર) એક હાથથી બીજા હાથમાં ફરતો, એક ખોળામાંથી બીજા ખોળ માં સુખાનુભવ કરતો, હાલરડા ગાઈને ફુલરાવાતો, આંગળી પકડીને ચલાવાતો, રમકડાથી રમાડાતો, રમણીય મણિજડિત ભૂમિ પર રમતો, વાયુ અને ઠંડી વગેરેના વ્યાઘાતથી રહિત એવી પર્વતની ગુફામાં રહેલા ચંપક વૃક્ષની જેમ તે સુખપૂર્વક વધવા લાગ્યો, ધીમે-ધીમે તે મોટો થવા લાગ્યો.
ત્યાર પછી તે મેઘકુમારના માતાપિતાએ અનુક્રમથી નામકરણ, અન્નપ્રાશન (જમતા શીખવાડવું)