________________
૬૫૦
શ્રી ભગવતી સૂત્ર-૫
कुम्मसुसंठियचलणा, अमलियकोरेंटबॅटसंकासा । सुयदेवया भगवई, मम मतितिमिरं पणासेउ ॥१॥ वियसियअरविंदकरा,णासियतिमिरासयाहिया देवी। मज्झं पिदेउ मेहं, बुहविबुहणमंसिया णिच्चं ॥२॥ सुयदेवयाएपणमिमो,जीए पसाएण सिक्खियंणाणं । अण्णं पवयणदेवी, सतिकरी तं णमसामि ॥ ३॥ सुयदेवया य जक्खो , कुंभधरो बंभसंति वेरोट्टा ।
विज्जा य अंतहुंडी, हेउ अविग्घं लिहंतस्स ॥ ४ ॥ ભાવાર્થ:- ગૌતમાદિ ગણધરોને નમસ્કાર હો. ભગવતી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિને નમસ્કાર હો. દ્વાદશાંગ- ગણિપિટકને નમસ્કાર હો. ગાથાર્થ – કાચબાની સમાન સુસંસ્થિત ચરણવાળી, અશ્લાન(નહીં મુરઝાયેલી) કોરંટ વૃક્ષની કળી જેવા, ભગવતી શ્રુતદેવી મારા મતિ અજ્ઞાનનો નાશ કરે // ૧// જેના હાથમાં વિકસિત કમળ છે, જેણીએ અજ્ઞાનનો નાશ કર્યો છે, જેને બુધ-પંડિત તથા દેવોએ સદા નમસ્કાર કર્યા છે, એવી શ્રુતાધિષ્ઠિત દેવી મને બુદ્ધિ આપે./ ર// જેની કૃપાથી જ્ઞાનની શિક્ષા પ્રાપ્ત થઈ છે, તે મૃતદેવતાને નમસ્કાર કરું છું અને શાંતિપ્રદાત્રી પ્રવચનદેવીને પણ નમસ્કાર કરું છું. // ૩ // શ્રુતદેવતા, કુંભધયક્ષ, બ્રહ્મક્ષતિ વૈરોટયાદેવી અને વિદ્યા દેવી અંત હૂંડી લેખકને માટે અવિપ્ન પ્રદાન કરે અર્થાત્ તેના કાર્યમાં કોઈ વિદન ન આવે. //૪ll. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લિપિકારોએ કરેલા નમસ્કારનું કથન છે. આ નમસ્કાર દ્વારા લિપિકારોએ અંતિમ મંગલાચરણ કર્યું છે. ટીકાકારે આ સૂત્રની વ્યાખ્યામાં આ પ્રમાણે કહ્યું છે–ાનો જોયા દરમિત્યાયઃ પુત રહે ત નમજ્જાર:,
પ્ર થfશ્વ તિ= ગૌતમ આદિ ગણધરોને નમસ્કાર હો, ઇત્યાદિ વૈરો, વિદ્યાદેવી પર્યત સર્વને નમસ્કાર; એ હસ્તપ્રત લેખનકર્તાના ભાવો છે, તેનો અર્થ સ્પષ્ટ છે; એમ કહીને વ્યાખ્યાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજીએ આ ગણધર તથા દેવ દેવીઓને કરાયેલા નમસ્કાર વિષે પોતાનું કંઈ પણ મંતવ્ય પ્રગટ કર્યું નથી. તેથી અહીં પ્રસ્તુત વાક્ય અને ગાથાઓ સૂત્ર સમાપ્તિ પછી સ્વતંત્ર રીતે દર્શાવ્યા છે. સંક્ષેપમાં આ પ્રકારના મંગલ માટેના નમસ્કાર, ક્ષેત્ર-કાલ અને વ્યક્તિવિશેષના મંતવ્યાનુસાર સંગ્રહિત છે, તેમ સમજવું. તે નમસ્કારોને સૈદ્ધાંતિક કે આમિક સમજવાનો આગ્રહ રાખવો નહીં અને આ લેખન કર્તાઓના વાક્યોને શાસ્ત્રના પાઠરૂપે સ્વીકાર કરવા નહીં.
'. ભગવતી સૂત્રનો પાંચમો ભાગ સંપૂર્ણ . | શ્રી ભગવતી સૂત્ર સંપૂર્ણ છે