________________
શતક-૪૧: ઉદ્દેશક-૧૪૧ થી ૧૯૬
૬૪૫
-વિશેષરૂપથી ઇચ્છિત, સ્વીકૃત છે. હે ભગવન્! આ ઇચ્છિત-પ્રતીચ્છિત છે. હે ભગવન્! જે આપ કહો છો તે અર્થ સત્ય છે. અરિહંત ભગવાન દોષરહિત પવિત્ર વચનભાષી છે; આ પ્રમાણે કહીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પુનઃ વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. વિવેચનઃ
શતક-૪૧ ના ૧૯૬ ઉદ્દેશક છે– (૧) ઔધિક ઉદ્દેશક (૨) ભવી (૩) અભવી (૪) સમ્યગુદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણપક્ષી (૭) શુક્લપક્ષી; આ સાતનો એક-એક સમુચ્ચય ઉદ્દેશક અને છ લશ્યાના છ-છ ઉદ્દેશક, તેમ ૭-૭ ઉદ્દેશક થાય છે તેથી ૭x૭ = ૪૯ ઉદ્દેશક થાય અને તે પ્રત્યેકના ચાર રાશિ યુગ્મની અપેક્ષાએ ચાર ચાર ઉદ્દેશક થાય છે, તેથી ૪૯૮૪ = ૧૯૬ ઉદ્દેશક થાય છે.
| શતકઃ ૪૧/૧૪૧થી ૧૯૬ સંપૂર્ણ
શતક-૪૧ સંપૂર્ણ
0
5