________________
દહર
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૪૧ : રાશિયુગ્મ
ઉદ્દેશક-૧
રાશિયુગ્મના પ્રકાર:| १ कइणं भंते !रासीजुम्मा पण्णत्ता? गोयमा!चत्तारिरासीजुम्मा पण्णत्ता,तंजहाकडजुम्मे जावकलिओगे। सेकेणट्टेणं भंते ! एवं वुच्चइ-चत्तारि रासीजुम्मा पण्णत्ता, जावकलिओगे? गोयमा!जेणंरासी चउक्कएणं अवहारेणं अवहीरमाणे चउपज्जवसिए सेतंरासीजुम्मकडजुम्मे । एवं जावजेणंरासी चउक्कएणं अवहारेणं एगपज्जवसिए से तंरासीजुम्मकलिओगे । सेतेणटेणं जावकलिओगे। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! રાશિયુગ્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! રાશિયમના ચાર પ્રકાર છે, યથા– કૃતયુગ્મ, ચોજ, દ્વાપરયુગ્મ અને કલ્યોજ. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે રાશિયમના ચાર પ્રકાર છે, યથા-કૃતયુગ્મ યાવતુ કલ્યોજ? ઉત્તર-હે ગૌતમ! જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે ચાર શેષ રહે, તે રાશિ યુગ્મને કૃતયુમ કહે છે યાવત્ જે રાશિમાંથી ચાર-ચારનો અપહાર કરતાં અંતે એક શેષ રહે, તે રાશિ યુગ્મને કલ્યોજ કહે છે. તેથી હે ગૌતમ! યાવનું કલ્યોજ કહેવાય છે. વિવેચન :
શતક–૩૧ આદિમાં લઘુયુગ્મ અને શતક-૩૫ આદિમાં મહાયુમનું વર્ણન છે. આ બંને યુગ્મના નિરૂપણ પછી સૂત્રકારે અહીં રાશિ યુગ્મનું વર્ણન કર્યું છે, આ શતકમાં લઘુ કે મહાયુગ્મના ભેદ કર્યા વિના સામાન્ય રૂપે રાશિયુગ્મનું વર્ણન છે. તેથી તેમાં તે બંને યુમોનો સમાવેશ થયો હોય તેમ જણાય છે. રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિકાદિની ઉત્પત્તિ :| २ रासीजुम्मकडजुम्मणेरइया णं भंते !कओ उववति? गोयमा ! उववाओ जहा वक्कतीए। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! રાશિયુગ્મ રૂપ કુતયુમ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ! તેની ઉત્પત્તિનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર જાણવું. | ३ तेणं भंते !जीवा एगसमएणं केवइया उववति? गोयमा !चत्तारि वा अदुवा बारस वा सोलस वा सखेज्जा वा असखेज्जा वा उववज्जति । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! ચાર, આઠ, બાર, સોળ, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. | ४ ते णं भंते ! जीवा किं संतरं उववति ,णिरंतरं उववज्जंति?