SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ 'શતક-૪૦: અવાતર શતક-૧૫ થી ૨૧ | દર૫ | વિશેષતા એ છે કે અભવી જીવોને સમ્યગુદષ્ટિ, મિશ્રદષ્ટિ કે જ્ઞાન હોતા નથી. શેષ કથન સંજ્ઞીના પ્રથમ સમય ઉદ્દેશક અનુસાર જાણવું. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.. આ રીતે અહીં પણ ૧૧ ઉદ્દેશકોનું કથન કરવું. I હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં અભવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનું ૩૩ દ્વારથી નિરૂપણ છે. અભવી જીવો એકાંત મિથ્યાત્વી હોય છે. સૂત્રકારે તેનું કથન કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયના અતિદેશ પૂર્વક કર્યું છે. તેના કેટલાક દ્વારમાં વિશેષતા છે, તે આ પ્રમાણે છે– (૧) ઉપપાત– અનુત્તર વિમાનને છોડીને શેષ સર્વ સ્થાનથી થાય છે. અનુત્તર વિમાનમાં એકાંત સમકિતી જીવો જ હોય છે. અભવી જીવો ત્યાં હોતા નથી. તેથી તે સ્થાનનો નિષેધ કર્યો છે. (૨) દષ્ટિ– મિથ્યાદષ્ટિ હોય. સમકિત કે મિશ્રદષ્ટિ નથી. (૩) જ્ઞાન- તેને જ્ઞાન નથી, બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. (૪) વિરતિ- તે જીવો અવિરત હોય છે, એકાંત મિથ્યાત્વી હોવાથી વિરત કે વિરતાવિરત થઈ શકતા નથી. (૫) કાયસ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમની છે. () સ્થિતિ- જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાતમી નરકની અપેક્ષાએ ૩૩ સાગરોપમની છે. (૭) સમુઘાતપાંચ સમુદ્યાત હોય. આહારક સમુદ્યાત સંયમીઓને જ હોય છે. (૮) ઉદ્વર્તન– અભવી જીવો પાંચ અનુત્તર વિમાનમાં જતાં નથી. તે સિવાયના સર્વ સ્થાનમાં જાય છે. (૯) સર્વ જીવો અભાવસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયપણે પૂર્વે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા નથી કારણ કે સર્વ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અભિવી નથી. શેષ દ્વારનું કથન કૃષ્ણલેશી સંજ્ઞી પંચેન્દ્રિયની સમાન છે. પ્રથમ સમય અભવસિદ્ધિક આદિ ૧૦ ઉદ્દેશકોનું કથન પણ પૂર્વવત્ જાણવું. // અવાંતર શતક-૧૫ / કૃતયુગ્મ-કૃતયુગ્મ કૃષ્ણલેશી અભયસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય :| ३ कण्हलेस्स-अभवसिद्धियकडजुम्मकडजुम्म-सण्णिपंचिंदिया णं भंते! कओ उववज्जंति? गोयमा !जहा एएसिं चेव ओहियसयंतहा कण्हलेस्ससयं पि । णवरं-ते णं भते ! जीवा कण्हलेस्सा?हता कण्हलेस्सा । ठिई, सचिट्ठणा य जहा कण्हलेस्सा सए સંત રેવા છે તેવું મને ! મને ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી અભયસિદ્ધિક કૃતયુગ્મ કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે ઔઘિક અભવસિદ્ધિક મહાયુગ્મ શતકનું કથન કર્યું છે. તે જ પ્રમાણે જાણવું. તેમાં વિશેષતા એ છે કે–પ્રશ્ન- હે ભગવન્! તે જીવો કૃષ્ણલેશી છે? ઉત્તર- હા, ગૌતમ! તે જીવો કૃષ્ણલેશી હોય છે. તેની સ્થિતિ અને કાયસ્થિતિ કૃષ્ણલેશી ભવસિદ્ધિક શતક અનુસાર જાણવી./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. અવાંતર શતક–૧. કૃતયુગ્મ-કૃતયુગ્મ નીલકેશી આદિ અભવસિદ્ધિક સંજ્ઞી પંચેન્દ્રિય:| ४ एवं छहि विलेस्साहिं छ सया कायव्वाजहाकण्हलेस्ससयं । णवरसंचिट्ठणा ठिई यजहेव ओहियसएतहेवभाणियव्वा । णवरंसुक्कलेस्साएक्कोसेणंएक्कतीसंसागरोवमाई अंतोमुहुत्तमब्भहियाई । ठिई एवं चेव, णवरं- अंतोमुहुत्तं णत्थि । जहण्णगंतहेव ।
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy