________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
कालंगइरागडुकरेज्जा? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दस वाससहस्साइंअंतोमुत्तमभहियाई,उक्कोसेणंपलिओवमस्सअसंखेज्जइभागंपुवकोडि मब्भहिय, एवइयंकाल सेवेज्जा, एवइयं कालंगइरागडुकरेज्जा। શબ્દાર્થ :- મવાળ = ભવાદેશથી, ભવની અપેક્ષાએ નિવેસેળ = કાલાદેશથી, કાલની અપેક્ષાએ. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થાય અને ફરી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ થાય તો, આ રીતે કેટલા કાલ પર્યત તે બંને ગતિનું સેવન કરે છે અને કેટલા કાલ સુધી તેમાં પરસ્પર ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ; એટલા કાલ પર્યત તે બંને ગતિનું સેવન કરે છે અને એટલા કાલ સુધી તે બંને ગતિમાં ગમનાગમન કરે છે. તે ગમક-૧ ..
२९ पज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते!जे भविए जहण्ण-कालट्ठिईएसु रयणप्पभापुढविणेरइएसुउववज्जित्तए,सेणंभते!केवइयकालट्ठिईएसुखवज्जेज्जा? गोयमा! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण विदसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પર્યાપ્ત અસંશી તિર્યંચ પંચેન્દ્રિય રત્નપ્રભા પૃથ્વીમાં જઘન્ય કાલની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પણ દશ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. ३० ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! एवं सच्चेव पढम गमग वत्तव्वया णिरवसेसा भाणियव्वा जाव अणुबंधो त्ति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય સ્થિતિએ નરકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! આ રીતે અનુબંધ પર્વતની સંપૂર્ણ વક્તવ્યતા પ્રથમ ગમક(સૂત્ર-૭થી ૨૬) પ્રમાણે જાણવી. ३१ सेणंभंते ! पज्जक्तअसण्णिपंचिंदियतिरिक्खजोणिए जहण्णकालट्टिईय रयणप्पभापुढविणेरइए, पुणरवि पज्जक्तअसण्णि-पंचिंदियतिरिक्खजोणिएत्ति केवइयंकालंसेवेज्जा, केवइयं कालंगइरागडुकरेज्जा? गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं दसवाससहस्साइं अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, एवइयं काल सेवेज्जा, एवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થઃ- પ્રશ્ન–હે ભગવન્! પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને, જઘન્ય સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકમાં ઉત્પન્ન થાય અને પછી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચપણે ઉત્પન્ન થાય તો, આ રીતે કેટલા કાલ સુધી તે ગતિઓનું સેવન કરે, કેટલા કાલ સુધી તેમાં ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ ! ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક; એટલા કાલ સુધી તે ગતિઓનું સેવન કરે છે અને તેટલા કાલ સુધી તે બે ગતિઓમાં ગમનાગમન કરે છે. // ગમક-૨ //