________________
શતક-૨૪: ઉદ્દેશક-૧
सम्मदिट्ठी, मिच्छादिट्ठी, णो सम्मामिच्छादिट्ठी। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને શું સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યગુમિથ્યાષ્ટિ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સમ્યગ્દષ્ટિ નથી, મિથ્યાષ્ટિ હોય છે, સમ્યગમિથ્યાષ્ટિ નથી.
તે માં અંતે નવા વિંદ બાળા, માણાળી ? તોયના ! જો બાળી, अण्णाणी, णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य, सुयअण्णाणी य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની ? ઉત્તરહે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની હોય છે. તેને અવશ્ય બે અજ્ઞાન હોય છે, યથા– મતિ અજ્ઞાન અને શ્રત- અજ્ઞાન. १६ तेणं भंते ! जीवा किंमणजोगी, वयजोगी, कायजोगी? गोयमा!णो मणजोगी, वयजोगी वि,कायजोगी वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો શું મનયોગી, વચનયોગી કે કાયયોગી હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે મનયોગી નથી, વચનયોગી અને કાયયોગી હોય છે. १७ ते णं भंते !जीवा किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा!सागरोवउत्ता वि अणागारोवउत्ता वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો શું સાકારોપયોગયુક્ત હોય છે કે અનાકારોપયોગયુક્ત હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સાકારોપયોગયુક્ત પણ હોય છે અને અનાકારોપયોગયુક્ત પણ હોય છે. १८ तेसि णं भंते ! जीवाणं कइ सण्णाओ पण्णत्ताओ? गोयमा ! चत्तारि सण्णाओ पण्णत्ताओ,तजहा- आहारसण्णा, भयसण्णा, मेहुणसण्णा, परिग्गहसण्णा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી સંજ્ઞાઓ હોય છે ? ઉત્તરહે ગૌતમ ! તેને ચાર સંજ્ઞાઓ હોય છે, યથા– આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞા. १९ तेसिणं भंते !जीवाणं कइ कसाया पण्णत्ता? गोयमा!चत्तारि कसाया पण्णत्ता, तजहा- कोहकसाए, माणकसाए, माया-कसाए, लोहकसाए। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલા કષાય હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને ચાર કષાય હોય છે, યથા- ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય.
२० तेसि णं भंते ! जीवाणं कइ इंदिया पण्णत्ता? गोयमा !पंच इंदिया पण्णत्ता, तंजहा-सोइदिए जावफासिदिए। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી ઇન્દ્રિયો હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેને પાંચ ઇન્દ્રિયો હોય છે, યથા– શ્રોતેન્દ્રિય યાવતુ સ્પર્શેન્દ્રિય.