________________
૫૮૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
मारणतिय समुघाएणंसमोहया विमरति,असमोहया विमति । ब्वट्टणाजहाउप्पलुदेसए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે કૃતયુગ્મકૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય જીવો, કાલની અપેક્ષાએ કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ ! તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાલ, અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી રૂપ વનસ્પતિ કાલ પર્યત રહે છે. અહીં સંવેધ ન કહેવો જોઈએ. આહાર ઉત્પલોદ્દેશક અનુસાર જાણવો પરંતુ વિશેષતા એ છે કે વ્યાઘાત રહિત છ દિશાનો અને વ્યાઘાત હોય, તો કદાચિત્ ત્રણ, ચાર, પાંચ, દિશાનો આહાર ગ્રહણ કરે છે.(ઉત્પલમાં નિયમા છ દિશાનો આહાર કહ્યો છે) તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષની છે. સમુદ્યાત-પ્રથમ ચાર હોય છે. મારણાન્તિક સમુઘાતથી સમવહત અથવા અસમવહત બંને પ્રકારે મરે છે. ઉદ્વર્તનનું કથન ઉત્પલોદેશક અનુસાર જાણવું જોઈએ. |१२ अह भंते! सव्वपाणा जाव सव्वसत्ता कडजुम्मकडजुम्मएगिदियत्ताए उववण्णपुव्वा? हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ પ્રાણ થાવત્ સર્વ સત્ત્વ કૃતયુગ્મકૃતયુગ્મ એકેન્દ્રિય રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ ! પૂર્વે અનેક વાર અથવા અનંત વાર ઉત્પન્ન થયા છે. વિવેચન :
એકેન્દ્રિય જીવો ૧૬ મહાયુગ્મ રૂપ ભંગોથી આવીને ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત સૂત્રોમાં કૃતયુગ્મ કતયુગ્મ એકેન્દ્રિય જીવોનું ૩૩ કારોથી વર્ણન છે, તેના માટે પ્રાયઃ શતક–૧૧/૧ ઉત્પલોદ્દેશકનો અતિદેશ (સૂચન) કર્યો છે. તદનુસાર તેના ૩૩ દ્વાર આ પ્રમાણે છે– (૧) ઉ૫પાત- નરકગતિને છોડીને શેષ ત્રણ ગતિના જીવો એકેન્દ્રિયપણે ઉત્પન્ન થાય છે. (૨) પરિમાણ– અહીં કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયનું કથન હોવાથી જઘન્ય ૧૬, ૩૨, ૪૮, ૬૪ યાવતું સંખ્યાત, અસંખ્યાત અને અનંત જીવો ઉત્પન્ન થાય છે. (૩) અપહાર– તેમાંથી સમયે-સમયે એક-એક જીવનો અપહાર કરીએ, તો અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાલ વ્યતીત થઈ જાય તો પણ તેનો ઉપહાર થતો નથી. (૪) અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧,000 યોજન ઝાઝેરી છે. (૫) કર્મ બંધ– આયુષ્યના અબંધકાલમાં સાત અને આયુષ્યના બંધકાલમાં આઠ કર્મના બંધક હોય છે. (૬) વેદ- આઠ કર્મનું વેદન કરે છે. શાતા અને અશાતાના વેદક હોય છે. (૭) ઉદય- આઠ કર્મનો ઉદય હોય છે. (૮) ઉદીરણા આયુષ્ય અને વેદનીયને છોડીને છ કર્મના નિયમા ઉદીરક હોય છે. આયુષ્ય અને વેદનીયકર્મની ઉદીરણા ભજનાથી થાય છે. તેઓ અનુદીરક નથી.(૯) લેશ્યા- પ્રથમ ચાર લેશ્યા હોય છે.(અહીં સમુચ્ચય એકેન્દ્રિયનું કથન છે) (૧) દષ્ટિમિથ્યા દષ્ટિ. (૧૧) જ્ઞાન- બે અજ્ઞાન. (૧૨) યોગ-કાય યોગ. (૧૩) ઉપયોગ- સાકાર અને અનાકારોપયોગ. (૧૪) વર્ણાદિ– તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે. (૧૫) ઉચ્છવાસ-તે જીવો ઉચ્છવાસક, નિશ્વાસક હોય છે. અપર્યાપ્તાવસ્થામાં નોઉચ્છવાસક નોનિશ્વાસક હોય છે. (૧) આહારક આહારક હોય છે, વિગ્રહગતિમાં અનાહારક હોય શકે છે. (૧૭) વિરતિ- તે અવિરત હોય છે. (૮) કિયા- સક્રિય છે, અક્રિય થઈ શકતા નથી. (૧૯) બંધક- સાત અથવા આઠ કર્મના બંધક હોય છે. (૨૦) સંશા ચાર સંજ્ઞા હોય. (૨૧) કષાય- ક્રોધાદિ ચાર કષાય. (૨૨) વેદનપુંસક વેદ. (૨૩) વેદ બંધક- ત્રણે વેદના બંધક હોય. (૨૪) સંદી– અસંજ્ઞી. (૨૫) ઈન્દ્રિય- એક સ્પર્શેન્દ્રિય હોય. (૨૬) કાયસ્થિતિ-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાલ. એકેન્દ્રિય જીવોની કાયસ્થિતિ