________________
૫૮૨
શ્રી ભગવતી સૂત્ર-૫
|
- શતક-૩૫ ROORછ પરિચય
આ શતકનું નામ મહાયુગ્મ એકેન્દ્રિય શતક છે. તેમાં ૧૬ પ્રકારના મહાયુગ્મનું નિરૂપણ છે. આ શતકમાં પણ ૧૨ અવાંતર શતક પૂર્વોક્ત શ્રેણી શતકની સમાન છે. પ્રત્યેક અવાંતર શતકના ૧૧-૧૧ ઉદ્દેશકો છે. મહાયુગ્મ:- શતક–૩૧માં ચાર પ્રકારના લઘુયુમનું કથન છે. તે જ ચાર યુમોનો પરસ્પર સંયોગ કરવાથી મહાયુગ્ધ બને છે. મહાયુગ્મના ૧૬ પ્રકાર છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય ગતિમાંથી ૧૬ મહાયુગ્મ રૂપે જીવો આવીને ઉત્પન્ન થઈ શકે છે. આ શતકમાં તે સોળ યુગ્મ રૂપ ઉત્પન્ન થનાર જીવોનું નિરૂપણ ૩૩ દ્વારથી શતક–૧૧ના અતિદેશ પૂર્વક છે. (૧) પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચય એકેન્દ્રિય મહાયુગ્મનું કથન છે. (૨) બીજા ઉદ્દેશકમાં પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુમનું કથન છે. (૩) ત્રીજા ઉદ્દેશકમાં અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. (૪) ચોથા ઉદ્દેશકમાં ચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન છે. (૫) પાંચમા ઉદ્દેશકમાં અચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. (૬) છઠ્ઠા ઉદ્દેશકમાં પ્રથમ પ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન બીજા ઉદ્દેશક અનુસાર છે. (૭) સાતમા ઉદ્દેશકમાં પ્રથમ અપ્રથમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. (૮) આઠમા ઉદ્દેશકમાં પ્રથમ ચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન ચોથા ઉદ્દેશક અનુસાર છે. (૯) નવમા ઉદ્દેશકમાં પ્રથમ અચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુમનું કથન પહેલા ઉદ્દેશક અનુસાર છે. (૧૦) દશમા ઉદ્દેશકમાં ચરમ ચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન ચોથા ઉદ્દેશક અનુસાર છે. (૧૧) અગિયારમાં ઉદ્દેશકમાં ચરમ અચરમ સમયવર્તી એકેન્દ્રિય મહાયુગ્મનું કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. આ ૧૧ ઉદ્દેશકોમાંથી ૧, ૩, ૫, ૭, ૯, ૧૧, આ ૬ ઉદ્દેશકો સમાન છે. તેમાં સંપૂર્ણ ભવની મુખ્યતા હોવાથી તે પ્રથમ ઉદ્દેશકની સમાન છે, શેષ પાંચેયની ઋદ્ધિમાં ભિન્નતા છે. ઉદ્દેશક–૨ અને ૬ માં પ્રથમ સમયોત્પન્ન જીવોનું વર્ણન હોવાથી આ બંને ઉદ્દેશક સમાન છે, તેમાં પ્રથમ ઉદ્દેશક થી ૧૦ બોલોમાં વિશેષતા છે. ઉદ્દેશક-૪, ૮, ૧૦ આ ત્રણ ઉદ્દેશકો ચરમ સમયવર્તી હોવાની અપેક્ષાએ પરસ્પર સમાન છે. આ રીતે પ્રથમ અવાંતર શતકમાં અગિયાર ઉદ્દેશકો છે. ત્યાર પછી કૃષ્ણ, નીલ અને કાપોત લેશી એકેન્દ્રિયના ત્રણ અવાંતર શતક છે. આ રીતે કુલ ચાર અવાંતર શતક સામાન્ય એકેન્દ્રિય જીવોના છે. તે જ રીતે ભવી અને અભિવી એકેન્દ્રિય જીવોના ચાર-ચાર અવાંતર શતક છે. કુલ ૧૨ અવાંતર શતક અને પ્રત્યેકના ૧૧ ઉદ્દેશકો ગણતાં ૧૨૪૧૧=૧૩ર ઉદ્દેશકો થાય છે. એકેન્દ્રિયોમાં તેજલેશ્યાને નગણ્ય કરતાં સૂત્રકારે તેજોલેશી એકેન્દ્રિયનું અવાંતર શતક કહ્યું નથી.