________________
૫૭૮
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૩૪
R
અવાન્તર શતક-ર થી ૧૨
કૃષ્ણલેશી એકેન્દ્રિયઃ| १ कइविहाणं भंते ! कण्हलेस्सा एगिदिया पण्णत्ता? गोयमा !पंचविहा कण्हलेस्सा एगिदिया पण्णत्ता,भेओ चउक्कओजहा कण्हलेस्सएगिदियसए जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, તેના ચાર-ચાર ભેદ એકેન્દ્રિય શતક અનુસાર યાવતુ વનસ્પતિકાયિક પર્યત જાણવા. | २ कण्हलेस्सअपज्जत्तसुहमपुढविकाइए णं भंते! इमीसेरयणप्पभाए पुढवीए पुरत्थि मिल्ले, पुच्छा? गोयमा! एवं एएणं अभिलावेणंजहेव ओहियउद्देसओ जावलोग चरिमंते त्ति । सव्वत्थ कण्हलेस्सेसुचेव उववाएयव्यो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, આ રત્નપ્રભાપૃથ્વીના પૂર્વી ચરમાત્તથી સમુઘાત કરીને, પશ્ચિમી ચરમાત્તમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તેનું સંપૂર્ણ કથન ઔધિક ઉદ્દેશક અનુસાર જાણવું યાવતુ લોકના ચરમાન્ત સુધી કથન કરવું. સર્વત્ર કૃષ્ણલેશી એકેન્દ્રિયોમાં જીવોની ઉત્પત્તિનું કથન કરવું જોઈએ. | ३ कहिणं भंते !कण्हलेस्सअपज्जत्तबायरपुढविकाइयाणं ठाणा पण्णत्ता? गोयमा! एवं एएणं अभिलावेणं जहा ओहियउद्देसओ जावतुल्लट्ठिइयत्ति । एवंएएणं अभिलावेणं जहेव पढमसेढिसयंतहेव एक्कारस उद्देसगा भाणियव्वा ॥सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ! ઔધિક ઉદ્દેશકના વર્ણન અનુસાર સર્વ કથન કરવું યાવત્ ‘તુલ્ય સ્થિતિવાળા” છે, ત્યાં સુધી કહેવું જોઈએ. આ રીતે પ્રથમ શ્રેણી શતક(પ્રથમ અવાંતર શતક) અનુસાર અહીં કૃષ્ણલેશી શ્રેણી શતકના(બીજા અવાંતર શતકના) પણ અગિયાર ઉદ્દેશક કહેવા જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે ! વિવેચન :
પ્રસ્તુત અવાંતર શતક–રમાં કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવો વિષયક૧૧ ઉદ્દેશકોનું સંક્ષિપ્ત નિરૂપણ છે.
તેનું સંપૂર્ણ કથન ઔધિક એકેન્દ્રિય શ્રેણી શતક અનુસાર અર્થાતુ આ જ શતકના પ્રથમ અવાંતર શતક અનુસાર છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તા આદિ સર્વ એકેન્દ્રિય જીવોને કષ્ણલેશ્યા હોય છે.