________________
| ૫૭૦ |
શ્રી ભગવતી સૂત્ર-૫
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિક જીવોના સ્થાન ક્યાં છે ? ઉત્તર- હે ગૌતમ! સ્વસ્થાનની અપેક્ષાએ આઠ પૃથ્વીઓ છે, ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદ અનુસાર થાવતું પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વ સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવો એક જ પ્રકારના છે. તેમાં કાંઈ પણ વિશેષતા કે ભિન્નતા નથી. હે આયુષ્યમાનું શ્રમણ ! તે સર્વલોકમાં વ્યાપ્ત છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક એકેન્દ્રિય જીવોના સ્થાનનું કથન છે.
જીવ જ્યાં સ્થિત થાય તેને સ્થાન કહે છે. તેનું કથન ત્રણ પ્રકારે થાય છે. ઉત્પત્તિની અપેક્ષાએ, મારણાંતિક સમુદ્યાતની અપેક્ષાએ અને સ્વસ્થાનની અપેક્ષાએ. તેમાં ઉત્પત્તિ અને સમુદ્યાતની અપેક્ષાએ એકેન્દ્રિય જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે કારણ કે એકેન્દ્રિય જીવો એક લોકાંતથી અન્ય લોકાંતમાં ઉત્પન્ન થઈ શકે છે. તેની ઉત્પત્તિ સમયે તે મારણાંતિક સમુદ્યાત કરીને આત્મપ્રદેશો ત્યાં સુધી ફેલાવે છે. સ્વસ્થાનની દષ્ટિએ સુક્ષ્મ જીવો આખા લોકમાં ભરેલા છે. બાદર એકેન્દ્રિય જીવો લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે.
બાદર પથ્વીકાયિક જીવોના સ્વસ્થાન- આઠ પૃથ્વી, દ્વીપ, વિમાન આદિમાં છે. બાદર અપ્લાયિક જીવોના સ્વસ્થાન- સાત ઘનોદધિ, ઘનોદધિવલયો અને સમુદ્રાદિમાં છે. બાદર તેઉકાયિક જીવોના સ્વસ્થાનમનુષ્ય ક્ષેત્રમાં છે. બાદર વાયુકાયિક જીવોના સ્વાસ્થાન- સાત ઘનવાત, સાત ઘનવાત વલયો, સાત તનુવાત અને સાત તનુવાત વલયો આદિમાં છે. બાદર વનસ્પતિકાયિક જીવોના સ્વાસ્થાન- અષ્કાયિક જીવોના સ્થાનાનુસાર છે. બાદર એકેન્દ્રિય જીવોના પર્યાપ્તા, અપર્યાપ્તા, અનંતરોત્પન્નક, પરંપરાત્પન્નક આદિના સ્થાન પૂર્વવત્ જાણવા. એકેન્દ્રિય જીવોને કર્મપ્રકૃતિ આદિ - २७ अपज्जत्तसुहमपुढविकाइयाणंभंते!कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा! अट्ठ कम्मप्पगडीओ पण्णत्ताओ, तंजहा- णाणावरणिज्ज जावअंतराइयं । एवं चउक्कएणं भेएणं जहेव एगिदियसएसु जावबायरवणस्सइकाइयाणंपज्जत्तगाणं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મ પ્રવૃતિઓ હોય છે, યથા- જ્ઞાનાવરણીય યાવત અંતરાય. આ રીતે ચારે ભેદથી એકેન્દ્રિય શતક અનુસાર યાવત પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. २८ अपज्जत्तसुहमपुढविकाइयाणंभंते!कइकम्मप्पगडीओबंधति? गोयमा!सत्तविह बंधगा वि, अट्ठविहबंधगा वि,जहा एगिदियसएसु जावपज्जत्ता बायरवणस्सइकाइया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! સાત અથવા આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે, ઇત્યાદિ એકેન્દ્રિય શતક અનુસાર યાવતુ પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક પર્યત જાણવું. २९ अपज्जत्तसुहमपुढविकाइयाणं भंते! कइ कम्मप्पगडीओ वेदेति ? गोयमा !चोद्दस कम्मप्पगडीओ वेदेति,तंजहा- णाणावरणिज्ज, एवं जहा एगिदियसएसु जावपुरिस वेयवझं, एवं जावबायरवणस्सइकाइयाणं पज्जत्तगाणं ।