SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૩૩ : અવાંતર શતક—૩ થી ૧૨ O ෆඥ શતક-૩૩ અવાન્તર શતક-૩ થી ૧૨ ૫૪૭ RO IOS નીલલેશી, કાપોતલેશી એકેન્દ્રિય : १ जहा कण्हलेस्सेहिं भणियं एवं णीललेस्सेहि वि सयं भाणियव्वं ॥ सेवं भंते! सेवं भते ! ॥ एवंकाउलेस्साहि वि सयं भाणियव्वं, णवरं 'काउलेस्से' ति अभिलावो भाणियव्वो । ભાવાર્થ :- કૃષ્ણલેશીની સમાન નીલલેશીના વિષયમાં પણ એક શતક કહેવું જોઈએ. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II અવાન્તર શતક—૩ ।। કાપોતલેશીના વિષયમાં પણ આ જ રીતે શતક કહેવું જોઈએ. તેમાં ‘કાપોત લેશ્યા’ એ પ્રમાણે પાઠ કહેવો જોઈએ.(આ શતકમાં તેજોલેશ્યાની ગણના કરી નથી.) II અવાન્તર શતક-૪ ॥ ભવસિદ્ધિક એકેન્દ્રિયઃ २ कइविहाणं भंते ! भवसिद्धिया एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा भवसिद्धिया एगिंदिया पण्णत्ता, तं जहा - पुढविकाइया जाव वणस्सइकाइया । भेओ चउक्कओ जाव वणस्सइकाइय त्ति । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક, તેના ચાર ભેદ આદિ વક્તવ્યતા વનસ્પતિકાયિક પર્યંત જાણવી. ३ भवसिद्धियअपज्जत्तसुहूमपुढविक्काइयाणं भंते ! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा ! एवं एएणं अभिलावेण जहेव पढमिल्लगं एगिंदियसयं तहेव भवसिद्धिय सयं पि માળિયાં।દ્દેશ રવાડી તહેવ નાવઅોિત્તિ તેવું તે ! સેવ મતે !!! 11 ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! ભવસિદ્ધિક અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! પ્રથમ એકેન્દ્રિય શતક અનુસાર ભવસિદ્ધિક શતક પણ કહેવું જોઈએ. ઉદ્દેશકોનો ક્રમ પણ તે જ રીતે અચરમ ઉદ્દેશક પર્યંત જાણવો. ॥ અવાન્તર શતક–૫ ॥ તે કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય ઃ ४ कइविहाणं भंते ! कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया पण्णत्ता ? गोयमा ! पंचविहा कण्हलेस्सा भवसिद्धिया एगिंदिया पण्णत्ता, तं जहा- पुढविकाइया जाववणस्सइकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! કૃષ્ણલેશી ભવસિદ્ધિક એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા– પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક.
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy