________________
શતક-૩૩: અવાંતર શતક-૨
૫૪૫ |
अणंतरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता । एवं एएणं अभिलावेणं तहेव दुयओ भेओ जाववणस्सइकाइयत्ति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અનંતરોત્પન્નક કુષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ ! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે. આ રીતે તે જ અભિલાપથી પૂર્વોક્ત રૂપે બે ભેદ કરતાં વનસ્પતિકાયિક પર્યત જાણવું.
६ अणंतरोववण्णग-कण्हलेस्स-सुहुमपुढविकाइयाणं भते! कइ कम्मप्पगडीओ पण्णत्ताओ? गोयमा !एवंएएणं अभिलावेणं जहा ओहिओ अणंतरोववण्णगाणं उद्देसओ तहेव जाव वेदेति ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! અનંતરોત્પન્નક કૃષ્ણલેશી સૂક્ષ્મપૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત અભિલાપથી ઔઘિક અનંતરોત્પન્નક ઉદ્દેશક અનુસાર યાવત્ ૧૪ પ્રકૃતિનું વેદન કરે છે.
આ શતક-૩૩/ર/ર સંપૂર્ણ ) | અવાન્તર શતક-રઃ ઉદ્દેશક ૩-૧૧ | પરંપરાત્પન્નક આદિ કૃષ્ણલેશી એકેન્દ્રિય:
७ कइविहाणं भंते ! परंपरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता? गोयमा ! पंचविहा परंपरोववण्णगा कण्हलेस्सा एगिदिया पण्णत्ता,तं जहा-पुढविकाइया जाव वणस्सइकाइया । एवं एएण अभिलावेणतहेव चउक्कओभेओ जाववणस्सइकाइयत्ति। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તરહે ગૌતમ!પરંપરોત્પન્નક કૃષ્ણલેશી એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર છે, યથા–પૃથ્વીકાયિક યાવતુવનસ્પતિકાયિક. આ રીતે આ અભિશાપથી, તે જ ચાર ભેદ વનસ્પતિકાયિક પર્યત જાણવા.
८ परंपरोववण्णग-कण्हलेस्स अपज्जक्तसुहुम पुढविकाइयाणंभंते !कइ कम्मप्पगडीओ पण्णत्ताओ। गोयमा ! एवं एएणं अभिलावेण जहेव ओहिओ परंपरोववण्णग उद्देसओ तहेव जाववेदेति। एवं एएणं अभिलावेणं जहेव ओहियएगिंदियसए एक्कारस उद्देसगा भणियातहेव कण्हलेस्ससए विभाणियव्वा जावचरिमअचरिमकण्हलेस्सा एगिदिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પરંપરાત્પન્નક કૃષ્ણલેશી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવોને કેટલી કર્મપ્રકૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત અભિલાપથી ઔદિક ઉદ્દેશક અનુસાર પરંપરોત્પન્નક સબંધી કથન કરવું યાવતુ વેદન કરે છે, ત્યાં સુધી જાણવું. ઔધિક એકેન્દ્રિય શતકમાં ૧૧ ઉદ્દેશક કહ્યા છે, તે જ રીતે કૃષ્ણલેશી શતકમાં પણ કહેવું જોઈએ યાવત્ ચરમ અને અચરમ કૃષ્ણલેશી એકેન્દ્રિય પર્યત જાણવું.